મોડાસા માર્કેટયાર્ડ ધમધમી ઉઠ્યું : રજીસ્ટ્રેશન કરાયેલ ૫૦ ખેડૂતોને થર્મલ સ્ક્રીનિંગ અને સૅનેટાઇઝ કરી માર્કેટયાર્ડમાં પ્રવેશ

અરવલ્લી જીલ્લામાં લોકડાઉનની લંબાવતા સૌથી વધુ કફોડી હાલત જગતના તાતની થઈ છે ખેડૂતોની જીવાદોરી સમાન ઘઉં અને રવિ સીઝનની પેદાશો ના ઢગલા ઘર અને ખેતરમાં પડી રહેતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાનો વારો આવ્યો હતો મોડાસા માર્કેટયાર્ડના સત્તાધીશોએ જીલ્લામાં એકપણ કોરોનાનો કેસ ન હોવાથી ખેડૂતોને રવિ પેદાશ વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ૧૪ એપ્રિલ થી શરુ કરતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગુરુવારથી રજીસ્ટ્રેશન કરાયેલ ૫૦ રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને ખરીદી માટે બોલાવતા મોડાસા માર્કેટયાર્ડ ધમધમી ઉઠ્યું હતું ઘઉંના મણે ૩૫૦ થી ૪૦૦ રૂપિયા મળી રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો
કોરોના મહામારીમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે મોડાસા માર્કેટયાર્ડમાં ટ્રેક્ટર સહીત વિવિધ વાહનો મારફતે ઘઉં અને રવિપાક લઈ વેચાણ અર્થે પહોંચેલા ખેડૂતો અને ડ્રાઈવરનું થર્મલ સ્ક્રીનિંગ અને સૅનેટાઇઝ કરી માર્કેટયાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની તકેદારી રાખી ખેડૂતોના પાકની ખરીદી થતા ખેડૂતોએ હૈયે હાશકારો અનુભવ્યો હતો મોડાસા માર્કેટયાર્ડમાં ૩૨ ખેડૂતો ઘઉં વેચાણ અર્થે પહોંચતા શરુ થયેલી હરાજીમાં ૩૫૦ થી ૪૦૦ રૂપિયા પ્રતિ મણ ઘઉંનો ભાવ મળી રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો
લોકડાઉનના પગલે માર્કેટયાર્ડ ન ખુલતા ખેડૂતો ૨૫૦ થી ૩૦૦ રૂપિયે મણ ઘઉં વેચવા મજબુર બન્યા હતા
લોકડાઉનના પગલે માર્કેટયાર્ડ બંધ રહેતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં પકવેલ ઘઉં ખેતરોમાં અને ઘઉં આગળ ઢગલા કરી રાખી મુક્યા હતા વારંવાર વાતાવરણમાં પલટો લોકડાઉનની કપરી સ્થિતિમાં જીવનનિર્વાહ ચલાવવાના ફાંફા અને સંગ્રહ કરવાની યોગ્ય વ્યવસ્થાના અભાવે મિલધારકો અને વેપારીઓને ૨૫૦ થી ૩૦૦ રૂપિયા પ્રતિ મણ વેચવા મજબુર બન્યા છે ત્યારે માર્કેટયાર્ડ શરતોને આધીન ઘઉંની ખરીદી શરુ કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી
લોકડાઉનમાં પૈસાની તંગીમાં કેટલાક વેપારીઓએ ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠાવવા ગામડાઓમાં ધામા નાખ્યા
લોકડાઉનની સ્થિતિમાં કેટલાક ધંધાર્થીઓ વધુ લાલચુ બની ગયા છે જીવનજરૃરિયાત ચીજ વસ્તુઓના ભાવમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે બીજીબાજુ કેટલાક ઘઉંની મિલ ધરાવતા અને ધાન્યની ખરીદી સાથે શંકાયેલ વેપારીઓએ ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠાવવા ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખી સસ્તા ભાવે ઘઉં સહીત રવિ પાકની ખરીદી કરી ખેડૂતોને લૂંટી રહ્યા છે ખેડૂતો લૂંટાઈ રહ્યા હોવા છતાં મજબૂરીમાં લાચાર બની રહ્યા છે