મોડાસા રિલીફ કમિટી ૪૫૬ ટ્રક ડ્રાઇવરના બેંક ખાતામાં ૧ હજાર રૂપિયા ડિપોઝીટ કરશે
ભિલોડા, કોરોના વાઈરસને લઇને ટ્રક ચલાવતા ડ્રાઈવર તેમજ કંડક્ટરને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની રીલિફ કમિટી દ્વારા આવા પરિવારોને એક હજાર રૂપિયાની સહાય આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે
આ સહાય જેતે ટ્રક ડ્રાઈવરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ અંગે રીલિફ કમિટીના પ્રમુખ ઇકબાલભાઈ ઇપ્રોલિયાએ જણાવ્યું હતું કે, મોડાસા શહેર ટ્રક એસોસિએશનનું હબ માનવામાં આવે છે,, ત્યારે ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર ટ્રક લઇને અન્ય પ્રાંતમાં જતા હોય છે, પણ જ્યારે તેઓ ઘરે પરત ફરે ત્યારે તેઓને હોમ ક્વોરંટાઈન કરાય છે,, જેથી કેટલાય ટ્રક ચાલકો ટ્રક લઇને જવાનું ટાળી રહ્યા છે,, આવા પરિવારોને મોડાસા રીલિફ ફંડ દ્વારા ચાર સો છપ્પન જેટલા પરિવારોના ખાતામાં એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે,, જેથી રમઝામન મહિનામાં તેઓ ઉપયોગ કરી શકે.