મોડાસા રૂરલ પો.સ્ટેશન કસ્ટડીમાંથી ફરાર ૨ આરોપીઓ માંથી ૧ આરોપીને ૭ મહિના પછી દબોચ્યો
મોડાસા:૭ મહિના અગાઉ મોડાસા ગ્રામ્ય પોલીસસ્ટેશને કાલબેલિયા-જોગી ગેંગના બે તસ્કરોને ઝડપી પડી રિમાન્ડ મેળવતા જેતે સમયે મધ્યરાત્રીએ લોકઅપમાં રહેલા બંને ખૂંખાર શખ્શો લોકઅપના શૌચાલયની જાળી તોડી ફરાર થતા જીલ્લા પોલીસતંત્ર ઊંધા માથે પછડાયું હતું ગૃહ વિભાગ સુધી આ ગંભીર ઘટનાની નોંધ લીધી હતી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, સહીત ૫ ટિમો બનાવી બંને આરોપીઓને ઝડપી પાડવા ધમપછાડા કરી રહી હોવા છતાં ત્રણ મહિના સુધી હવામાં હવાતિયાં મારી રહી હોય તેવો ઘાટ સર્જાતા સરેઆમ નિષ્ફળ રહી હતી સાબરકાંઠા એલસીબી પોલીસે અગાઉ એક આરોપીને ઝડપ્યા ૭ મહીના પછી અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે મોડાસાના બાજકોટ નજીકથી બાતમીના આધારે મુકેશ ઉર્ફે કાલુ માંગીલાલ જોગીને ઝડપી પાડી ૬ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામા ઝડપાયેલો રાજુ કાલબેલિયા અને મુકેશ જોગી નામના 2 આરોપી રિમાન્ડ પર હતા તે દરમિયાન ત્રણ મહિના અગાઉ રાત્રીના સુમારે બન્ને આરોપીને મોડાસા રૂરર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.મધ્ય રાત્રી પછી શૌચાલયની બારીના સળીયા કાપી આરોપી ફરાર થવામાં સફળ થયા હતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ૫ ટિમો બનાવી સંભવિત સ્થળોએ સતત શોધખોળ હાથધરાવ છતાં પનો ટુંકો પડ્યો હતો ૭ મહિના પછી મોડાસા નજીકથી બાતમીના આધારે જેલ તોડી ફરાર ખૂંખાર આરોપી પકડાતા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો
અરવલ્લી એલસીબી પીએસઆઈ કે.કે રાજપૂત અને તેમની ટીમે બાતમીના આધારે રવિવારે બપોરના સુમારે મોડાસા શહેરમાં ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા મુકેશ ઉર્ફે કાલુ માંગીલાલ જોગીનેદબોચી લીધો હતો આરોપીની વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી