મોડાસા શહેરનો વિકાસ પ્રથમ વરસાદમાં ભુવા નગરમાં પરિવર્તિત ઠેર ઠેર ભુવા પડ્યા
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા નગરપાલિકા તંત્ર ની વિકાસની ગુલબાંગોને પહેલા જ વરસાદે પોલ ખોલી નાખી હતી મોડાસા શહેરમાં ૨૪ કલાકમાં ખાબકેલા ૨ ઇંચ વરસાદે પ્રિમોન્સુન પ્લાન ધરાશાયી કરી દીધો હતો શહેરમાં મુખ્યમાર્ગ પર ૫ થી વધુ સ્થળોએ દસ-દસ ફૂટ ઉંડા ભુવા પડતા નગરજનો અને રાહદારીઓ માટે જીવનું જોખમ પેદા થયું હતું મેઘરજ નગરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રજાજનોને ભારે હાલાકી પડી હતી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાતા રહીશોની અવર-જવર બંધ થતા જનજીવન અટકી પડ્યું હતું હરિઓમ સ્કૂલ આગળ તળાવ ભરાતા શાળામાં અભ્યાસ કરતા બાળકો પાણી માંથી પસાર થઈ અભ્યાસ કરવા માટે મજબુર બન્યા હતા મંગળવારે રાત્રીના સુમારે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા મોડાસા શહેર ભુવા નગરમાં ફેરવાયું હતું વિવિધ વિસ્તારોમાં રોડ બેસી જતા વાહનો ખુંપી ગયા હતા શહેરમાં વિકાસના કામ પુરજોશમાં ચાલી રહ્યા હોવાથી ઠેર ઠેર ખોદી નાખેલ માર્ગ નગરજનો માટે જોખમી પુરવાર થઈ શકે છે શહેરના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર પડેલા ખાડાઓ થી પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા છે શહેરમાં વિકાસના નામે ખોદાયેલ ખાડા ચોમાસુ વિધિવત શરુ થાય તે પહેલા પુરાણ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.*