Western Times News

Gujarati News

મોડાસા શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની મુદતમાં ત્રણ દિવસનો વધારો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સમગ્ર ગુજરાત માં કોરોના ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કૉરોનાના વધતા કહેર વચ્ચે મોડાસા શહેરમાં સ્વૈચ્છિક બંધની મુદતમાં ત્રણ દિવસનો વધારો કરવામાં આવ્યો છે..મોડાસા શહેરમાં આગામી 12 તારીખ સુધી સ્વૈચ્છિક લૉક ડાઉન અમલી બન્યું હતું.
ગત બુધવારથી પાંચ દિવસનું મોડાસા શહેરમાં સ્વૈચ્છિક લૉક ડાઉન હતું, જેની સમય મર્યાદા રવિવારે પૂરી થતી હતી ત્યારે સરકાર ની ગાઈડ લાઇન મુજબ ૩૬ શહેરો માં લાગુ કરેલ જાહેરનામું અમલી હોવાથી રાત્રી કરફ્યુ અને નિયંત્રણો હેઠળ ટાઉન પૉલિસ મથકે અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસીએશનની ની મોડાસા શહેર પોલીસના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી,

જેમાં બેઠકમાં જીવન જરૂરિયાતની ચિજવસ્તુઓનું વેચાણ કરતા દુકાનનો સમય વધારવામાં આવ્યો છે.. કરિયાણાની, દૂધ અને શાકભાજીની દુકાનો સવારે 7 થી 12 વાગ્યા સુધીનો સમય કરાયો છે, જ્યારે સાંજે માત્ર દૂધ અને શાકભાજીની દુકાનો શરૂ કરવાનો કરાયો નિર્ણય કરવામાં આવ્યો છે.જ્યારે મોડાસા શહેરના તાબા હેઠળની ખાલીકપુર, સબલપુર અને સાયરા ગ્રામ પંચાયત વિસ્તાર પણ સરકારની ગાઈડ લાઈન મુજબ બંધમાં જોડાવવા સંમતી દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.