મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રિટર્ન્સ
શહેરમાં ૨ અને ૪ લોકો ગ્રામ્ય વિસ્તારના કોરોનાની ઝપેટમાં, ગ્રામ્ય વિસ્તારમાં લોકો બિન્દાસ્ત
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં એકાએક કોરોનાનો કથીત રીતે ઘટાડો જોવા મળતા લોકો બિન્દાસ્ત બની ગયા છે તેમાં પણ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ આંક માં અવ્વ્લ રહેલા મોડાસા શહેરની સ્થિતી આરોગ્યના ચોપડે એકદમ જ સ્થિતી સુધારા પર બતાવાઈ રહી છે જાણે કોરોનાનું સંક્રમણ ગાયબ થઇ ગયું હોય તેમ પોઝેટીવ દર્દીઓની છેલ્લા કેટલાક દિવસોમાં એકલ દોકલ નોંધાઈ રહી છે ત્યારે ફરીથી મોડાસા શહેર અને તાલુકામાં કોરોનાના ૬ દર્દીઓ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય તંત્રએ કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવેલ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જાહેર કરી સર્વેની કામગીરી હાથધરી હતી
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોરોનાના દર્દીઓ સરકારી ચોપડે ઘટતાં લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હોય તેમ બિન્દાસ્ત બની જતા બજારો ઉભરાઈ રહ્યા છે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ તો જાણે ગાયબ હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં તંત્રની આંકડાકીય રમતમાં નબળો પડેલો કોરોના વાયરસનો વિસ્ફોટ થાય તો નવાઈ નહિ…!!!
મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળતા આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત પેદા થઈ છે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની કોઈ પણ પ્રકારની ગંભીરતા જોવા મળતી નથી લોકો માસ્ક પહેરવાનું પણ મુનાસીબ માનતા નથી સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી ગ્રામ્ય વિસ્તારોમાં દૂધની ડેરીમાં દૂધ ભરાવવા સમયે તો જાણે મેળો જામ્યો હોય તેવા દર્શ્યો ઠેર ઠેર જોવા મળે છે