Western Times News

Gujarati News

મોડાસા શામળાજી રોડ પર જીપ ડિવાઈડર સાથે અથડાતાં પલટી ગઈ 

મોડાસાના કૉલેજ રોડ પર રસ્તા પર ઓઇલ ઢોળાયું, ચારથી વધુ બાઇક ચાલકો સ્લીપ થયા

મોડાસામાં ગત રાત્રીએ મોડાસાથી શામળાજી રોડ પર ડીપ વિસ્તારમાં એક જીપ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં એકાએક તે ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. ડીવાઈડર સાથે જીપની ટક્કર થવાથી જીપે પલટી ખાઈ લીધી હતી. જીપ પલટી ખાવાને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.

અને જીપની અંદર કણસતી હાલતમાં ચાલક દેખાતાં લોકોએ તેને બહાર કાઢ્યો હતો. જીપ પલટાવાની ઘટનાને લઈને તાબડતોબ ૧૦૮ બોલાવવામાં આવી હતી અને 108 મારફતે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડીવાઈડર સાથે જીપ અથડાવાની ઘટનામાં ડિવાઈડર પરના વિજપોલને પણ નુકશાન થયું હતો.

અન્ય એક ઘટનામાં મોડાસાના કોલેજ રોડ ઉપર આવેલ ઠક્કર પેટ્રોલ પંપ સામે કોઈ ચાલુ વાહનમાંથી ગુરુવારના રોજ ઓઈલ ઢોળાયું હતું. રોડ ઉપર ઓઈલ ઢોળાતાં ચારથી વધુ બાઈક ચાલકો સ્લીપ થઈ ગયા હતા અને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. મોડાસાથી ધનસુરા તરફ જવા માટે અને કોલેજ તરફ જવા માટે આ માર્ગ ઉપરથી રોજના હજારો વાહનો પસાર થાય છે ત્યારે રસ્તા પર ઓઈલ ઢોળાતાં મોટા અકસ્માત થવાનો ભય હતો. જો કે આસપાસના લોકોએ રસ્તા પર રેતી નાખી રસ્તો સાફ કર્યો હોવાથી વધુ દુર્ઘટનાઓ ટળી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.