મોડાસા સબજેલમાં ફૂટ્યો ‘Corona બોમ્બ’ : ૧૩૮ કેદીમાંથી રેપીડ ટેસ્ટમાં ૭૧ કેદીઓ કોરોનાંગ્રસ્ત
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે મોડાસા શહેરમાં ૩૦૦ જેટલા દર્દીઓ કોરોનાના સંક્રમણો ભોગ બન્યા છે મોડાસા શહેરમાં માલપુર રોડ પર આવેલી સબજેલમાં કાચા અને પાકા કામના ૧૩૮ કેદીઓ રાખવામાં આવ્યા છે જેમાંથી એક સાથે ૭૧ કેદીઓને કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.
ત્યારે દિવસે દિવસે વધી રહેલા કોરોના સંક્રમણ જોતા લોકોએ હાલ સાવચેતી રાખવાની જરૂર છે. અરવલ્લી જીલ્લામાં કોરોના કેસોનો આકડો સતત વધી રહ્યો છે સરકારી ચોપડે કોરોનાના દર્દીઓની ૫૯૫ પર પહોંચી છે બીજી તરફ શિયાળાની શરૂઆત થતા કોરોના રેપીડ પોજીટીવ કેસો પણ વધી રહ્યા છે.
હાલ જિલ્લામાં રોજના 100 જેટલા રેપીડ પોજીટીવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી સબ જેલના 138 કેદીઓના આજે કોરોના રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા. જે પૈકી 71 કેદીઓને રેપીડ પોજીટીવ આવતા હડકંપ મચ્યો છે જેલ અધિકારીઓ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જેલના કેદીઓને મોડાસા અને વાત્રક કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં અવ્યા છે.
બીજી તરફ જેલમાં અડધો અડધ કેદીઓનો રેપિડ કોરોના ટેસ્ટ પોઝેટીવ આવતા જેલને આરોગ્ય તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સબજેલમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જેલમાં એક કેદીને રવિવારે તાવ શરદીની તકલીફ થયા બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા જેલ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા જેલના બધાજ કેદીઓના ટેસ્ટ કરાવવાનું નકી કરાયા બાદ ટેસ્ટી કામગીરી હાથ ધરવામાં આવતા આ ચોકાવનારી વિગત સામે આવી છે જેના પગલે જીલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે