મોડાસા સરકારી ઈજનેર કોલેજ ૫૦ બેડનું કોવીડ સેન્ટરની જાહેરાત પણ અમલ નહીં…..!!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Modasa-1.jpg)
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા સંક્રમિતોને સરળતાથી બેડ, ઓક્સીજન અને દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સાંસદ સભ્ય,ધારાસભ્યો થી માંડી સમગ્ર તંત્ર પાંગળુ પુરવાર થઈ રહ્યું છે.
થોડા દિવસ અગાઉ કોરોના સંક્રમીત દર્દીઓ માટે ઠેર ઠેર કોવીડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે પરંતુ મોટા ભાગના કોવીડ સેન્ટરમાં પાયાગત સુવિધાનો અભાવે કોવીડ સેન્ટરમાં કોરોના સંક્રમીત દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાની બૂમો ઉઠી રહી છે
ત્યારે મોડાસા શહેરની સરકારી એન્જીનિયરિંગ કોલેજ ખાતે ઉભું કરાયેલ ૫૦ બેડનું કોવીડ સેન્ટર તંત્રની વાતો માત્ર વાહવાહી મેળવવાના ગતકડાથી વિશેષ કંઈ ના હોય તેવુ ચીત્ર ઉપસી રહ્યું છે.કોવીડ સેન્ટર હાલત બંધ હાલતમાં જાેવા મળી રહ્યું છે ત્યારે ૫૦ બેડનું કોવીડ સેન્ટર ક્યારે કાર્યરત થશે તે જાેવું રહ્યું બીજીબાજુ જીલ્લામાં નબળી નેતાગીરીને કારણે પ્રજાને આજે એક-એક બેડ માટે વલખાં મારવા પડી રહ્યા છે.
અરવલ્લી જીલ્લામાં આજકાલ ઓક્સીજન અને બેડ માટે દર્દીઓ ફાંફા મારી રહ્યા હોવાથી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ રહી છે. ત્યારે મોડાસા સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઉભું કરવામાં આવેલ ૫૦ બેડનું કોવિડ સેન્ટર ઓક્સીજન સગવડ નહી હોવાથી શોભાના ગાંઠીયા જેવું ભાસી રહ્યું છે.
જીલ્લાની પ્રજા આજે કોરોનાના ભારે સંકટ વચ્ચેથી પસાર થઈ રહી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સતત વધતા જતા સંક્રમણને નિયંત્રમમાં લાવવામાં તંત્રને ઘોર નિષ્ફળતા સાંપડી રહી છે. વહેલી સવારથી જ સરકારી અને ખાનગી હોસ્પિટલો આગળ જાેવા મળતી દર્દીઓની કતારો ભારે ભયાનક સ્થિતિનો પુરાવો આપી રહી છે.
દવાખાનાઓાં બેડ-ઓક્સિજન અને રેમડેસિવિરની અછતને કારણે દિનભર કાગારોળ મચતી જાેવા મળી રહી છે. લોકોને સરળતાથી બેડ-ઓક્સીજન અને દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આરોગ્ય તંત્ર અને સ્થાનિક નેતાગીરી નબળું પુરવાર થઈ રહ્યું છે.*