Western Times News

Gujarati News

મોડાસા સર્કિટ હાઉસમાં ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે….!! જીલ્લામાં એમ્બ્યુલન્સના અભાવે રઝળતા દર્દીઓ 

સમગ્ર રાજ્યમાં કોરોના ના વધતા કહેર વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સની અછત સર્જાતા રાજ્ય સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ ની ફાળવણી પણ કરી છે. અરવલ્લી જિલ્લામાં નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે પણ આ નવી એમ્બ્યુલન્સ નું ઉદ્ઘાટન ક્યારે થશે તેની રાહ જોવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં હાલ નવ જેટલી ૧૦૮ એમ્બ્યુલસ કાર્યરત્ છે જેમાંથી ૭ હિંમતનગર કૉવિડ હૉસ્પિટલમાં દર્દીઓને લઈને જતી હોય છે, તો બે એમ્બ્યુલન્સ ઇમરજન્સી અકસ્માતની ઘટનાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે.

કૉરોનાના વધતા કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા એક સપ્તાહથી મોડાસા સર્કિટ હાઉસ ખાતે નવી 108 એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે જોકે આ એમ્બ્યુલન્સ નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવશે અને કોણ કરશે તેની રાહ જોવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

કોરોના ના બધતા કહેર વચ્ચે દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ન મળતી હોવાની લઈને રાજ્ય સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી છે પણ અરવલ્લી જિલ્લામાં વરવી વાસ્તવિકતા એવી સામે આવી છે કે, નવી ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ પ્રજાની સેવા માટે ક્યારે કાર્યરત થશે? નેતાઓ કે વહીવટી તંત્રને આ નવીન એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે પ્રજાના હિત માટે કાર્યરત ન કરવી હોય તેવું લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.