મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પર સર્કલ બનાવવા જનઆંદોલન
અકસ્માતમાં ગર્ભવતી યુવતીના મોતથી લોકોમાં ભારે આક્રોશ :
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેર ના બાયપાસ રોડ પર થી દિલ્હી થી મુંબઈ જતા ભાર વાહન ચાલકો અને અન્ય વાહનચાલકો પસાર થતા હોવાથી સતત દિવસ-રાત ભારે ટ્રાફિક રહેતો હોવાથી અને અહીંથી પસાર થતા વાહનચાલકો પુરઝડપે પસાર થતા હોવાથી બાયપાસ રોડ પર સર્કલ ના અભાવે વારંવાર અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષ લોકો એ જીવ ગુમાવવો પડતા લોકોમાં સર્કલ બનાવવા અનેક વાર રોડ પર ચક્કાજામ પણ રહીશોએ કર્યો હતો મોડાસાની વિવિધ સેવાકીય સંસ્થો દ્વારા છેલ્લા કેટલાય વર્ષો થી આવેદનપત્ર આપવાની સાથે જવાબદાર તંત્ર અને વહીવટી તંત્ર સહીત રાજ્યકક્ષાએ અનેકવાર રજુઆત કરવામાં આવતા
આખરે મોડાસા શહેરના બાયપાસ રોડ પર ૪ જગ્યા એ સર્કલ બનાવવાની માંગને સ્વીકારવામા આવી હતી અને તંત્ર દ્વારા સર્વે સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કર્યા બાદ સર્કલ બનાવવાની કામગીરી ટલ્લે ચઢતા સોમવારે સવારે સહયોગ ચોકડી નજીક એક્ટિવા ચાલક દંપતીને ટ્રકે અડફટે લેતા ગર્ભવતી યુવતીનું મોત થતા વધુ એક વાર સર્કલ બનાવવાની માંગ સાથે લોકોએ સહયોગ ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો ચક્કાજામના પગલે પોલીસતંત્ર અને જવાબદાર તંત્ર ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ હાથધર્યો હતો
શામળાજી-ગોધરા રાજ્યધોરીમાર્ગ-૨૭ મોડાસા શહેરમાંથી પસારથતા ટ્રાફિક સમસ્યા હલાવી કરવામાટે મોડાસા શહેરની બહાર બાયપાસ રોડ બનાવવામાં આવ્યો હતો અને ભારવાહક વાહનો બાયપાસ રોડ પરથી પસાર પુરઝડપે પસારથતા હોવાથી જિલ્લા સેવાસદન,બાજકોટ જંક્શન,મેઘરજ બાયપાસ ચોકડી અને માલપુર બાયપાસ ચોકડી પર થી પસારથતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે વાહનોની અડફેટે ચડતા અકસ્માતની ઘટનાઓનો ક્રમ રોજબરોજનો બનીજવાની સાથે કેટલાય નિર્દોષ વાહનચાલકોએ જીવ ગુમાવવો પડતા
મોડાસા શહેરીજનો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજુઆત કરતા લોકમાંગ જવાબદાર વિભાગીય તંત્ર દ્વારા સ્વીકારી સર્વેની કામગીરી હાથધરી ટૂંક સમયમાં ૪ સ્થળોએ સર્કલ બનાવની કામગીરી હાથધરવામાં આવી હતી સર્કલ બનાવવા જગ્યાની માપણી કર્યા બાદ અગમ્ય કારણોસર સર્કલ બનાવવાની કામગીરી ટલ્લે ચઢતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને વધુ કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા સર્કલ બનાવની માંગ પ્રબળ બની છે