Western Times News

Gujarati News

મોડાસા સહીત અરવલ્લી જીલ્લામાં ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ

બાળ ખેલૈયાઓ માટે કિડ્સજોય નવરાત્રી 

(જીત ત્રિવેદી, ભીલોડા)  ત્રણ દિવસથી વરસતા વરસાદ અને પ્રથમ નોરતે બપોરે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાની લહેર પ્રસરી હતી રાત્રીના સુમારે મેઘરાજા અદ્રશ્ય થતા ગરબાના મેદાનોમાં ખેલૈયાઓ ઉમટ્યા હતા.

આદ્યશક્તિ આરાધનાનું પર્વ એટલે નવરાત્રી માં ભાવિ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આસોના નોરતાના પ્રારંભે માઈભક્તો અને ખેલૈયાઓ માંના પ્રથમ નોરતાની રંગેચંગે ઉજવણી કરી હતી મોડાસા શહરેમાં નવરાત્રી સ્થળોએ પ્રથમ નોરતે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમ્યા હતા મોડાસા શહેરમાં ડિવાઈન ડ્રિમ વુમન ચેરીટેબલ ટ્રસ્ટ લાયન શક્તિ મોડાસા અને શ્રી સાબરકાંઠા આશ્રમ ટ્રસ્ટ,ગાયત્રી ટ્રસ્ટ અને રોક એન્ડ રાસના સહયોગથી સાંઈ મંદિર પાસે કિડ્સજોય બાળ નવરાત્રીમાં પ્રથમ નોરતે બાળ ખેલૈયાઓમાં ભારે થનગનાટ સાથે ગરબે ઘૂમ્યા હતા

બાળકો માટેની નવરાત્રી માટે લાયન શક્તિના વનીતાબેન પટેલ (પૂર્વ, મેયર) દીપ્તિ ઉપધ્યાય અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી છે બાળ નવરાત્રી માં નિલેશ જોશી,સર્વોદય સ્કૂલ પ્રિન્સિપલ આર.સી.મહેતા,મોડાસા હાઈસ્કૂલ પ્રિન્સિપલ મનીષ જોશી,લાયન્સ ઇન્ટરનેશનલ ઝેડસીએફ પ્રવીણ પરમાર, અને નગરસેવકો ઉપસ્થિત રહી બાળ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો

મોડાસા શહેરમાં સોસાયટી નગર વિકાસ મિત્ર મંડળ આયોજિત કલ્યાણ નવરાત્રી, અરવલ્લી નવરાત્રી મહોત્સ્વ આયોજિત રામપાર્ક નવરાત્રી,રિદ્ધિ સિદ્ધિ નવરાત્રી, કુમકુમ પાર્ટી પ્લોટમાં અર્બુદા નવરાત્રી,રમઝટ નવરાત્રી,નવજીવન ચોક, બુટાલવાડા,ભાવસારવાડા સહીત જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો નવરાત્રી મહોતસ્વમાં રંગબેરંગી લાઈટ અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.