મોડાસા સામુહિક આત્મહત્યા પ્રયાસ કરનાર પરિવાર પર આભ તૂટી પડ્યું
મૃતકના બે સાળાની કારને દહેગામ નજીક અકસ્માત થતા કમકમાટી ભર્યું મોત
મોડાસા: શહેરના નામાંકિત વેપારી નૈનેશ હસમુખ લાલ શાહ અને તેમની પત્ની દામિની બહેન શાહ અને નંદ (પુત્ર) અને વિધિ (પુત્રી) એ ઉદેપુરની હર્ષ પેલેસમાં બુધવારે બપોરે સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં પતિ-પત્નીનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી પરિવારના પુત્ર-પુત્રી ને ઉદેપુર હોસ્પિટલ ખસેડાયા બાદ પરિવારજનો વધુ સારવાર અર્થે ઉદેપુરથી બંનેને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા તબીબોની સઘન સારવાર પછી પુત્ર-પુત્રીનો સ્વસ્થ થતા તેમના મમ્મી-પપ્પા હવે આ દુનિયામાં રહ્યા નથી તેવું જણાવવાનું પરિવારજનોએ નક્કી કર્યું હતું
પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે નંદ અને વિધિને દુઃખદ ઘટનાની સાચી પરિસ્થતીથી વાકેફ કરવા તેમના પરિવારજનોએ તેમના અંગત સગા-સંબંધીની ઉપસ્થિતિમાં જણાવવાનું નક્કી કરતા મૃતક નૈનેશ શાહ( મુખી) ના અમદાવાદ રહેતા જીજાજી શૈલેષભાઈ.જે.શાહ તેમની કારમાં સાબરમતી (ચાંદખેડા) વિસ્તારમાં રહેતા દામિની બેનના ભાઈ પરાગભાઇ વ્રજવલ્લભભાઈ મોદી અને મેહુલ મોદી ને લઈને મોડાસા આવવા નીકળ્યા હતા નરોડા-ચિલોડા રોડ પર તેમની કારને ડમ્પરે ધડાકાભેર ટક્કર મારતા કારની ખાલી સાઈડનો કડૂચાલો વળી જતા કારમાં સવાર પરાગ ભાઈ અને મેહુલભાઈ નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે કાર ડ્રાઈવ કરી રહેલા શૈલેષભાઇના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નરોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા
સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં મૃતક દંપતીની શોકમાં ડૂબેલો વણિક પરિવાર હજુતો આઘાતમાંથી બહાર આવ્યો નથી ત્યારે વધુ એક અકસ્માતની ઘટનામાં પરિવારે બે યુવાનો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે કોણ કોને સમજાવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ટૂંકા ગાળામાં એકજ પરિવારના ચાર સદસ્યોનું અકાળે મોત નિપજતા વણિક સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે