Western Times News

Gujarati News

મોડાસા સાયરા(અમરાપુર) “નિર્ભયા” કેસ: ૩ નરાધમોએ  પોલીસની ધોંસ વધતા રૂરલ પોલીસમાં કર્યું સરેન્ડર :પોલીસે કાર પણ કબ્જે લીધી 

ભિલોડા: મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ,દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે “નિર્ભયા” કાંડને અંજામ આપનાર ચાર આરોપીઓ માંથી ૩ આરોપીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું જેમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કર્યુ હતું જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે.પોલીસે ૧૯ વર્ષીય યુવતીના અપહરણમાં વપરાયેલી આઈ-૨૦ કાર આરોપીના ઘરે થી કબ્જે લીધી  હતી


મોડાસા શહેરમાં “નિર્ભયા” ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાંસદ ર્ડો.કિરીટ સોલંકીએ જીલ્લા પોલીસવડા મયુર પાટીલ અને કલેક્ટરને કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવેની તાકીદ કરતા ગુન્હો નોંધવામાં અને તપાસમાં ઢીલી નીતિ અખત્યાર કરનાર પોલીસતંત્ર હરકતમાં આવી ૬ કલાકના ટૂંકા ગાળામાં ત્રણ આરોપીઓ પર ધોંસ વધારતા ત્રણ આરોપીઓ સરન્ડર કરવા મજબુર બન્યા હતા એસસી-એસટી સેલના ડીવાયએસપી ગઢવીએ શનિવારે રાત્રે પત્રકાર પરિષદ કરી ત્રણ આરોપીઓએ સરન્ડર કર્યું હોવાનું જણાવ્યું હતું

હાલ સરેન્ડર કરેલ બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથધરી આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી હજુ પોલીસ પકડથી દૂર રહેલા રમાણા ગામના સતીશ ભરવાડ નામના નરાધમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શું હતો સમગ્ર કેશ, મોડાસાના સાયરા(અમરાપુર)ની ૩૧ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી. જે બાદ યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવાની માંગ કર્યા બાદ જ લાશનો સ્વીકાર કરવાનું જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદ ના નોંધતા વાતાવરણ તંગ બન્યુ હતું અને મોડાસામાં લોકોએ ચક્કાજામ કર્યુ હતું. 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર લોકો વિરૂદ્ધ, અપહરણ-દુષ્કર્મ અને હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનોં નોધ્યો હતો અને જેની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી ગઢવીને સોપી હતી.

તેમજ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 8 જાન્યુઆરીએ પીએમ કરાવ્યા બાદ યુવતીના માતા-પિતાની તબિયત લથડતા મૃતદેહ સ્વીકારીને પરિવાર પરત ગયો હતો. 9 જાન્યુઆરીએ સમાજના રીતિ રિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.