Western Times News

Gujarati News

મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ કોરોનામાં સપડાયા

(તસ્વીરઃ-જીત ત્રિવેદી, ભિલોડા)

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના નવા-નવા પોઝીટીવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે મોડાસા શહેરની સાર્વજનિક હોસ્પિટલના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા  આરોગ્ય વિભાગમાં હલચલ મચી છે. હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ કોરોનાગ્રસ્ત બનતાં હોસ્પિટલાના તમામ કર્મીઓને ક્વોરેન્ટાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. તેમજ સુપ્રિટેન્ડેન્ટના રહેણાંક વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો આંક ૨૯૬ પર પહોંચ્યો છે ટીંટોઈના વૃદ્ધ અને ભિલોડાના પાલ્લા  ગામના આધેડનું કોરોનાથી મોત નિપજતાં જીલ્લામાં સતત બીજા દિવસે કોરોના બે લોકો ને ભરખી જતા ૩૯ લોકોના મોત થયા છે.

તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. અરવલ્લી  જિલ્લા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી અને જિલ્લાવાસીઓની નિષ્કાળજીને લઈ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધવા પામ્યો છે.જીલ્લામાં કોરોનાથી મોત થવાનો સતત બીજા દિવસે સિલસિલો યથાવત રહ્યો હતો

કોરોના વધુ બે લોકોને ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય તંત્ર સબસલામતી ની કેસેટ વગાડી રહ્યું છે બીજીબાજુ કોરોનાનું સંક્રમણ જીલ્લામાં તાંડવ મચાવી રહ્યું છે મોડાસા  તાલુકાના ટીંટોઈ ગામના વૃદ્ધનું હિંમતનગર કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જયારે ભિલોડાના પાલ્લા ગામના આધેડનુ કોરોનાથી મોત નિપજતા બંને મૃતકોની અંતિમવિધિ સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.