મોડાસા સેવાકીય સંસ્થા જાયન્ટ્સ દ્વારા ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ
મોડાસા સેવાકીય સંસ્થા જાયન્ટ્સ દ્વારા ચકલી ઘર તેમજ પક્ષી માટે પાણીના કુંડા મુકવામાં આવ્યા
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) જાયન્ટ્સ મોડાસા તેમજ જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા જાયન્ટ્સ મોડાસા સહિયર ના પૂર્વ પ્રમુખ બકુબેન વાઘેલા સ્મરણાર્થે જીવ દયા અંતર્ગત ચકલી ઘર તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણકરવામાં આવ્યું
ભારત દેશમાં ઋતુચક્ર અનુસાર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે શરૂઆતથી જ ગરમી નો પારો દિવસે દિવસે વધતો જાય છે પબ્લિક ત્રાહિમામ થઈ રહી છે ત્યારે પશુ પક્ષીનું તો શું કહેવું?
આવા સમયે મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ મોડાસા તેમજ જાયન્ટ્સ ગ્રુપ મોડાસા સહિયર દ્વારા સૌપ્રથમ મોડાસાના પ્રથમ નાગરિક મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી નિરજ શેઠના નિવાસસ્થાન સનસીટી સોસાયટીમાં તેમના ઘરે ચકલી ઘર તેમજ પાણીના કુંડા પ્રમુખના હસ્તે બાંધવામાં આવ્યા અને સોસાયટીના એકત્રિત થયેલા રહિશોને ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
ત્યારબાદ ગોકુલ સોસાયટી ,ઋષિકેશ સોસાયટી કે જેમના સ્મરણાર્થે આ જીવ દયા અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો તે જાયન્ટ્સ મોડાસા સહિયર ના પૂર્વ પ્રમુખ બકુબેન નાનજીભાઈ વાઘેલા ના નિવાસ્થાને મોહનભાઈ પ્રજાપતિ દ્વારા સોસાયટી ના રહીશોને ચકલી ઘર તેમજ પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું.
તેમજ રત્નદીપ સોસાયટીમાં જાયન્ટ્સ પરિવાર ના સભ્ય નરેશભાઈ પારેખના તેમજ જાયન્ટ્સ મીડિયા ડાયરેક્ટર વિનોદ ભાવસાર અને જાયન્ટ્સ મોડાસા સહિયર ના ઉપપ્રમુખ દક્ષાબેન ભાવસાર ના ઘરે એકત્રિત થયેલા સોસાયટી ના રહીશોને ચકલી ઘર તેમજ પાણીના કુંડા નુ વિતરણ કરવામાં આવ્યું
આ સમગ્ર કાર્યક્રમ પૂર્વ પ્રમુખ બકુબેન વાઘેલાના સ્મરણાર્થે કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નિરજ શેઠ,જીવદયા પ્રેમી નિલેશ જોષી અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને જાયન્ટ્સ ઝોન વન ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર શ્રીમતી વનિતા બેન પટેલ,ચકલી ઘરના દાતાશ્રી જાયન્ટ્સ માલપુર પ્રમુખ શ્રી મહેશ પટેલ મંત્રી શ્રી અમરીશ પટેલ પક્ષી માટે પાણીના કુંડા ના દાતાશ્રી સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ મોડાસા ,
જાયન્ટ્સ મોડાસા ઉપપ્રમુખ રામભાઈ પટેલ એજ્યુકેશન ડાયરેક્ટર પ્રદીપભાઈ ખંભોળજા મંત્રી મુકુંદ સોની જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રોજેક્ટ ડાયરેક્ટર અમિતાબેન સોલંકી સર્વે હાજર રહી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન વન ના ઝોન ડાયરેક્ટર શ્રી પ્રવીણ પરમાર એ સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યો