મોડાસા ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો
ફાંસીની સજા કરવાની પરિવારજનોની માંગ
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં મામાના ઘરે આવેલા નરાધમ યુવકે પાડોશમાં રહેતી ૯ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી મોડાસા રૂરલ પોલીસસ્ટેશનમાં કમલેશ નાનાભાઈ અસારી નામના યુવક સામે ફરિયાદ નોંધાતા રૂરલ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ઈશ્વર પરમાર અને તેમની ટીમે ગણતરીના કલાકમાં દુષ્કર્મી આરોપીને મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં સંબંધીના ઘરે થી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ધુળેટીના પર્વના દિવસે મેઘરજના ભુવાલ ગામનો ૨૧ વર્ષીય કમલેશ નાનાભાઈ અસારી નામના નરાધમ યુવકે મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે તહેવાર નિમિત્તે આવ્યો હતો નરાધમ યુવકને મનમાં વાસનાનો કીડો સળવળતા પાડોશમાં રહેતી ૯ વર્ષની બાળકીને ઊંચી કરી નજીકમાં રહેલા પશુઓના પાણી પીવડાવવાના ખાલી હવાડામાં લઈ જઈ ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી હતી યુવકના કાળા કરતૂતનો પર્દાફાશ થાય તે પહેલા યુવક ફરાર થઈ જતા ૯ વર્ષની બાળકીએ તેની સાથે બનેલ ઘટનાની જાણ તેની માતાને કરતા દુષ્કર્મનો ભોગ બનેલ ૯ વર્ષની બાળકીની માતાએ મોડાસા રૂરલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મોડાસા રૂરલ પોલીસે કમલેશભાઈ નાનાભાઈ અસારી નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા