મોડાસા સાંઈ મંદીર નજીક SFI સંગઠનના યુવક-યુવતીઓ પર હુમલો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા મોડાસા શહેરમાં પશ્ચિમ બંગાળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા શનિવારે રાત્રે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાની કન્વીનર માનસી રાવલ તેના સંગઠનના યુવક-યુવતીઓ સાથે સાંઈ મંદીર નજીક બેઠા હતા ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એવી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ સાથે સંકળાયેલા ૨૫ થી વધુ યુવકો પહોંચી બોલાચાલી કરી અને એસએફઆઈના યુવતી અને અન્ય સદસ્યોને મારતા મારતા દૂર સુધી ઢસડી ગયા પછી ભારે હોબાળો મચ્યો હતો એસએફઆઈના સદસ્યો પર હુમલો થતા કોંગ્રેસના અગ્રણી જયદત્તસિંહ પરમાર સહીત કામદાર અગ્રણી ડાહ્યાભાઈ જાદવ અને લોકો મોટી સંખ્યામાં સાંઈ મંદીર દોડી આવ્યા હતા અને એબીવીપી અને ભાજપ સાથે સંકળાયેલા યુવકોની ગુંડાગર્દી સામે ભારે રોષ ફેલાયો હતો અને રોડ પર ધરણા કરતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ધરણા પર બેઠેલા લોકો સાથે ટીંગાટોળી કરતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો મોડી રાત્રે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો
એસએફઆઈ સંગઠનની કન્વીનર માનસી રાવલે ટાઉન પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હેલ્પલાઈન-૧૦૦ પર અને ટાઉન પોલીસ ની મદદ માટે ફોન કર્યો તો બે કલાક સુધી પોલીસ પહોંચી ન હતી અને એબીવીપી,ભાજપ અને આરઆરએસ સાથે સંકળાયેલ ગુંડાઓને ખુલ્લોદોર મળી ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો ભાજપના રાજમાં બહેન દીકરીઓ સલામત ન હોવાનું જણાવ્યું હતું જો કે સમગ્ર મામલે ભારે હોબાળો થતા નજીકમાં રહેલા ભાજપના કાર્યાલય પરથી કાર્યકરો દોડી આવી એસએફઆઈ કન્વીનર યુવતી અને ટીમનો બચાવ કર્યો હતો સાંઈ મંદીર પરિસરમાં બેઠેલા લોકો અને રાહદારીઓ યુવકોની ગુંડાગર્દી થી ચોકી ઉઠ્યા હતા નજરે જોનાર રાહદારીના જણાવ્યા અનુસાર નજીક ભાજપ વોર્ડ કાર્યાલય પર બેઠેલા કાર્યકરો દોડી ન આવ્યા હોત તો મોબિલીન્ચિંગ જેવી ઘટના સર્જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
શનિવારે સાંજે સાંઈ મંદીર પરિસર બહાર બાંકડા પર બેઠેલા એસએફઆઈ સંગઠનના કન્વીનર માનસી રાવલ તેમની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એબીવીપી સાથે સંકળાયેલ યુવકો ત્યાં પહોંચી એસએફઆઈના યુવકો સાથે અગમ્ય કારણોસર બબાલ શરૂ કર્યા પછી મારામારી કરતા એસએફઆઈની માનસી રાવલ અને અન્ય યુવતી તેમને અટકાવવા જતા તેમની સાથે પણ ટપલીદાવ કરી બંને યુવતીઓ અને ત્રણે યુવકોને અંધારામાં ઢસડી જતા બંને યુવતીઓ અને યુવકો ફફડી ઉઠ્યા હતા અને પોલીસ હેલ્પલાઈન અને ટાઉન પોલીસનો વારંવાર સંપર્ક કરવા મદદ ન મળતા માંડ માંડ ટોળામાંથી છટકી નીકળ્યા હતા
એસએફઆઈ અરવલ્લીની કન્વીનર માનસી રાવલ અને તેની ટીમ પર હુમલો થતા તેના પરિવારજનોને જાણ કરતા તાબડતોડ સાંઈ મંદીર દોડી આવ્યા હતા અને યુવક-યુવતીઓ પર હુમલાના પગલે હોબાળો થતા કોંગ્રેસ અગ્રણી જયદત્તસિંહ પુવાર અને તેમના કાર્યકરો દોડી આવ્યા હતા અને યુવતીઓ સાથે થયેલ ગુંડાગર્દી કરનાર લુખ્ખા તત્વોને ઝડપી પાડવાની માંગ સાથે માલપુર રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી લોકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળતા વાતાવરણમાં તંગદીલી ફેલાતા ડીવાયએસપી ભરત બસીયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ટાઉન પોલીસે રોડ પર યુવતીઓના ન્યાય માટે માંગ પર બેઠેલા લોકો સાથે ટીંગાટોળી કરી પોલીસજીપ માં બેસાડવા જતા કોંગ્રેસ અગ્રણી જયદત્તસિંહ પુવાર અને પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર શાબ્દીક ટપાટપી થઇ હતી
પ્રાપ્ત માહીતી અનુસાર, મોડાસા શહેરમાં શનિવારે રાત્રે બિહાર જેવા દ્રશ્યો સર્જાયા પછી સમગ્ર મામલો ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને એસએફઆઈના કાર્યકર્તાઓએ એબીવીપીના ગુંડાઓને જેલમાં પુરવાની માંગ કરી હતી મોડાસા શહેરને કાળી ટીલી સમાન લાગતી ઘટનાના પગલે ટાઉન પોલીસ સ્ટેશને ભાજપ જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહીત અગ્રણીઓ દોડી આવ્યા હતા બીજીબાજુ કોંગ્રેસના અગ્રણી જયદત્તસિંહ પુવારની અટકાયત કરતા બાયડના ધારાસભ્ય જશુ પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓ ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બંધ બારણે મામલો થાળે પાડવા પ્રયત્નો હાથધર્યા હતા ટાઉન પોલીસે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા સમગ્ર ઘટનાને ૧૨ કલાક થી વધુનો સમય થવા આવ્યો છતાં પોલીસ ચોપડે કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ નથી સીઆઈટીયુના અગ્રણી ડાહ્યાભાઈ જાદવે પોલીસ ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું જણાવી ફરિયાદ લેવાનું ટાળી રહી હોવાનો અને આ અંગે આઇજીને જાણ પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું
કોંગ્રેસ અને એસએફઆઈના કાર્યકરોએ ટાઉન પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો
એસએફઆઈ કન્વીનર માનસી રાવલ અને તેની ટીમ પર એબીવીપીના ગુંડાઓએ હુમલો કર્યા બાદ ન્યાયની માંગ સાથે રોડ પર ચક્કાજામ કરતા તેના સમર્થનમા કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ દોડી આવ્યા હતા અને યુવક-યુવતીઓ પર હુમલો કરનાર ગુંડાઓની ધરપકડ કરવાની ન્યાય સાથે રોડ પર ચક્કાજામ કરતાં ટાઉન પોલીસે કોંગ્રેસ અગ્રણી જયદત્ત સિંહ પુવારની અટકાયત કરતા એસએફઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની કામગીરીનો વિરોધ નોધાવી પોલીસ સામે સૂત્રોચ્ચાર કરતા ભારે હોબાળો મચી ગયો હતો