મોડાસા :BAPS આંતરાષ્ટ્રીય સંસ્થાએ ૮ ઓક્સીજન કોન્સ્ટ્રેટ મશીન હોસ્પીટલને દાન કર્યા
પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીની પ્રેરણાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અધ્યાત્મિક તેમજ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર બીએપીએસ સ્વામિનાયારણ સંસ્થા દ્વારા મોડાસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧૫ લાખની કિંમતના ઈમ્પોર્ટેડ ૮ ઓક્સીજન કોન્સ્ટ્રેટ મશીન અને ૧૬ ઓકસીમીટરનું દાન કરતા ઓક્સીજનના અભાવે મોતને ભેટતા કોરોનાગ્રસ્ત દર્દીઓ મટે આશીર્વાદ રૂપ સાબિત થશે
અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશિન કૉવિડ હૉસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યા છે. યુકેથી લાવવામાં આવેલ ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશિન સામાન્ય ઑક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશિર્વાદ રૂપ સાબિત થશે.ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશિન આપોઆપ હવામાંથી ઑક્સિજન તૈયાર કરે છે અને વીજ પ્લગ થકી ચાલે છે, એક મશિનથી બે દર્દીઓને ઑક્સિજન આપી શકાય છે, ત્યારે મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાર મશિન કૉવિડ હૉસ્પિટલ જ્યારે અન્ય ચીર મશિન ખાનગી કૉવિડ હૉસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યા છે. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આપવામાં આવેલા આ ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશિન થકી દર્દીઓને સારો એવો લાભ થઇ શકશે.
મોડાસાના ખ્યાતનામ ઈએનટી સર્જન અને બીએપીએસ સંસ્થા સાથે સંકળાયેલા ર્ડો.જીતેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર મોડાસાના નૂતન બીએપીએસ મંદિરમાં જીલ્લાના બીએપીએસ સંસ્થાના સંતો અને સ્થાનીક ટ્રસ્ટીઓની ઉપસ્થિતીમાં સાર્વજનીક અને ખાનગી હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યા હતા કોરોના સંક્રમીત દર્દીઓ ઝડપથી સાજા થાય તેમજ કોરોના થી મોત નીપજેલ મૃતકો માટે પ્રાર્થના કરવામાં આવી હતી