Western Times News

Gujarati News

મોડાસા UGVCL કચેરીમાં આરોગ્ય તંત્રે ૧૫૦ જેટલા કર્મચારીઓનું રેપિડ કીટથી કોરોના ટેસ્ટિંગ હાથધર્યું

હિંમતનગર સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં છ કર્મચારીઓને કોરોના

પ્રતિનિધિ દ્વારા ભિલોડાઅરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે બંને જીલ્લામાં રેપિડ ટેસ્ટમાં અનેક લોકોમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે આરોગ્ય તંત્ર હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઈસોલેટ કરી રહી છે અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્રેએ મોડાસાની યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા ૧૫૦ જેટલા કર્મચારીઓનું રેપિડ કીટથી કોરોના ટેસ્ટિંગ હાથધરવામાં આવ્યું છે

જેમાં એક કર્મચારીમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્રેએ કર્મચારીનો બીજીવાર કોરોનાનો ટેસ્ટ કરવા અને આઈસોલેટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી યુજીવીસીએલ કચેરીમાં રોજ અસંખ્ય લોકો મુલાકાત લેતા હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ તે માટે સાવચેતી રૂપે કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો ગુરુવારે અરવલ્લી જીલ્લામાં વધુ કોરોનાના ૬ કેસ નોંધાતા ૪૫૨ પર કોરોનાનો અંક પહોંચ્યો છે અત્યાર સુધી ૫૦ થી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે

   હિંમતનગરના સિવિલ સર્કલ નજીક આવેલી સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં બુધવારે છ કર્મચારી સંક્રમણને કારણે કોરોના પોઝેટીવ આવતા મુખ્ય શાખાનું કામ થંભાવી દેવામાં આવ્યું છે અને કોરોના પોઝેટીવ આવેલા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા બાદ જે ચિત્ર સામે આવ્યુ છે. તેના લીધે અન્ય કર્મચારીઓમાં ભય ફેલાયો છે. એક માસ અગાઉ પણ હિંમતનગરની આ મુખ્ય શાખામાં કોરોના પોઝેટીવના કેસ આવતા બેંકનું કામ બંધ કરી દેવામાં આવ્યુ હતું.

હિંમતનગરના સિવિલ સર્કલ નજીક આવેલી સ્ટેટ બેંકની વડી શાખાની વડીશાખામાં કામ કરતા છ કર્મચારીઓ કોરોનામાં સપડાયા છે. જે અંગે બુધવારે કર્મચારીઓના કરાયેલા રેપીડ ટેસ્ટ બાદ ચીત્ર સ્પષ્ટ થયુ છે ત્યારબાદ બેંકના ઉચ્ચ અધિકારીઓ ધ્વારા કામકાજ રોકી દેવામાં આવ્યુ હતું.

જોકે ખાતેદારોને મુશ્કેલી ન પડે તે માટે શહેરમાં આવેલી સ્ટેટ બેંકની અન્ય શાખાઓમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. ઉલ્લખનીય છે કે એક માસ અગાઉ પણ સ્ટેટ બેંકની આ મુખ્ય કચેરીમાં કોરોના પોઝેટીવના કેસ નોધાયા બાદ કેટલાક દિવસ બેંકનું કામકાજ બંધ રખાયુ હતું મોતીપુરા તથા વડાલી શાખામાં પણ કોરોના પોઝેટીવના કેસ પ્રકાશમાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.