મોડા ઊઠવાની ટિકા કરનારની અમિતાભે બોલતી બંધ કરી

મુંબઈ, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે જાેડયેલા રહેવા માટે ઘણીવાર ખાસ તસવીરો અને વીડિયો શેર કરે છે.
અમિતાભ બચ્ચનને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ કારણે અનેક વખત ટ્રોલ થવું પડ્યું છે. જાેકે, બિગ બી તેમને ટ્રોલ કરનારાઓને પણ જડબાતોડ જવાબ આપે છે.
આવું જ કંઈક ફરી એકવાર અમિતાભ બચ્ચન સાથે થયું છે. રવિવારે અમિતાભ બચ્ચને લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે ચાહકોને શુભ સવારની શુભેચ્છા પાઠવી હતી.
ત્યારબાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જાેકે, અમિતાભ બચ્ચને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી હતી.
અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘પ્રાતઃ કાલ કી શુભકામનાએ!
અમિતાભ બચ્ચનની આ પોસ્ટ અનેક ચાહકોએ ટિપ્પણી કરી અને વખાણ કર્યા હતા. તો કેટલાક લોકોએ તેને જાેરદાર ટ્રોલ કર્યો હતો.
એક સોશિયલ મીડિયા યુઝરે અમિતાભ બચ્ચનને ગુડ મોર્નિંગની મોડેથી શુભેચ્છા પાઠવતા ટ્રોલ કર્યા અને લખ્યું હતું કે, ‘મહાનાલાયક જી આ તમારી ગુડ મોર્નિંગ છે’ અમિતાભે આ વ્યક્તિને જવાબ અપતા કહ્યું હતું કે, ‘મોડી રાત સુધી કામ કરી રહ્યો હતો લાયક જી’.
અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે, ‘શું તમને નથી લાગતું કે તમે વહેલી સવારે ૧૧.૨૯ વાગ્યે ગુડ મોર્નિંગની શુભેચ્છાઓ આપી.’ અમિતાભ બચ્ચને તેના જવાબમાં લખ્યું, ‘તંજ માટે આભાર’. પરંતુ મોડી રાત સુધી કામ કરતો હતો.
આજે સવારે જ શૂટિંગ પૂરું થયું, ઉઠવામાં મોડું થયું, તેથી મેં ઉઠતાની સાથે જ શુભેચ્છાઓ મોકલી. જાે મેં તમને તકલીફ આપી હોય તો હું દિલગીર છું.’ અમિતાભ બચ્ચને અન્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને યોગ્ય જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે.SSS*