પલસાણામાં મોડીરાત્રે દારૂની પાર્ટી માણતા ૨૫ જેટલા લોકો ઝડપાયા
સુરત, રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર દારૂ પાર્ટીઓ ઝડપાતી હોય છે. જાેકે, ક્યારેક આ દારૂ પાર્ટીઓમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ પણ ઝડાપાયા હોવાના બનાવો સામે આવ્યા છે. સુરત જિલ્લાના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાં પોલીસે રેડ કરી હતી.
મોડીરાત્રે પોલીસે કરેલી રેડમાં દારૂની પાર્ટી માણતા ૨૫ જેટલા લોકોને ઝડપી લીધા હતાં. આ ઝડપાયેલામાં ૬ જેટલી સ્પા ચલાવતી મહિલાઓ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુતપાસ હાથધરી છે. પલસાણામાં હાઈ વે પર આવેલા લક્ઝુરિયસ ફાર્મ હાઉસ કમ કલબમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.
પોલીસને માહિતી મળી હતી કે, અહિં બહારથી મહિલાઓને બોલાવીને પાર્ટી કરાવામાં આવી રહી છે. . જેથી પોલીસે મોડીરાત્રે પાડેલી રેડમાં દારૂના નશામાં ઝૂમતા અને પાર્ટી કરતાં ૨૫ લોકોને ઝડપી પાડ્યાં હતાં. તમામને ઝડપી લઈને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. સમગ્ર રેડ રાત્રિ દરમિયાન કરવામાં આવી હોવા છતાં પોલીસે બીજા દિવસે પણ રેડમાં કોણ કોણ સંકળાયેલું છે.
તેમના નામ અને તેમની વિગતથી લઈને પાર્ટીમાંથી શું પકડાયું તથા હાલ કેવા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. તે અંગે મગનું નામ મરી ન પાડીને સમગ્ર મામલો દબાવવા માટે પ્રયાસ કર્યો હતો. રાજ્યમાં નવી સરકારની રચના બાદ આ પ્રથમ દરોડો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં જ્યારે દારૂ બંધીનો કાયદો કડક થયો ત્યારે વડોદરાના અખંડ ફાર્મમાં ચાલી રહેલી મોટી દારૂ પાર્ટી પર દરોડા પડ્યા હતા.
એ વખતે આ પાર્ટીમાં આઈપીએલના પૂર્વ કમિશન સહિતના હાઇપ્રોફાઇલ વ્યક્તિઓ ઝડપાયા હતા. દરમિયાન અવારનવાર આ પ્રકારની મહેફિલો યોજાતી રહે છે જ્યારે ક્યારેક ક્યારેક આવી મહેફિલોમાં પોલીસ રંગમાં ભંગ પાડ્યો હતો. જાેકે, સ્પામાં કામ કરતી યુવતીઓ આ દરોડામાં શું કરી રહી હતી અને તેમની ભૂમિકા શું હતી તે મામલે પોલીસની તપાસ ચાલી રહી છે.
રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર દારૂ પાર્ટીઓ ઝડપાતી હોય છે. જાેકે, ક્યારેક આ દારૂ પાર્ટીઓમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ પણ ઝડાપાયા હોવાના બનાવો સામે આવ્યા છે. સુરત જિલ્લાના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાં પોલીસે રેડ કરી હતી.
મોડીરાત્રે પોલીસે કરેલી રેડમાં દારૂની પાર્ટી માણતા ૨૫ જેટલા લોકોને ઝડપી લીધા હતાં. આ ઝડપાયેલામાં ૬ જેટલી સ્પા ચલાવતી મહિલાઓ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુતપાસ હાથધરી છે. પલસાણામાં હાઈ વે પર આવેલા લક્ઝુરિયસ ફાર્મ હાઉસ કમ કલબમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.SSS