મોડીરાત સુધી કેમ બેઠા છો? કહી શખ્સે યુવતિને ચપ્પુના ઘા માર્યા
સિવિલમાં સારવાર કરાવી યુવતિએ શહેરકોટડા પોલીસમાં ફરીયાદ નોંધાવી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 05062019: એક સમયે મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા અમદાવાદ, શહેરમાં હાલમાં કેટલાંક એવો બનાવો બન્યા છે કે જેના કારણે હવે મહિલાઓ તથા યુવતીઓ ઘરની બહાર એકલા નીકળતી ગભરાઈ રહી છે. છેડતી તથા બળાત્કારની ઘટનાઓ વારંવાર બનવાથી નાગરીકોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ સ્થિતમાં ગત રાત્રે પોતાની મિત્ર સાથે બેઠેલી યુવતિને ચપ્પાના ઘા મારીને બે શખ્સો ફરાર થઈગયા હતા.
નવા નરોડામાં મનોહર વિલા ચોકડી, ચિત્રકૂટ આવાસ યોજનામાં રહેતી પૂજા અશોકભાઈ પાટીલ (ર૭) ના માતા-પિતા ગુજરી ગયા બાદ છેલ્લા છ એક વર્ષથી તે અકેલી જ પોતાના ઘરે રહે છે. અને છૂટક મજુરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલાં રાત્રે દસેક વાગ્યે પૂજા તથા તેની મિત્ર અંજલી બંન્ને મેમ્કો વિજય ફર્નિચર ખાતે બેઠા હતા. એ સમયે બે શખ્સો વિનોદ ખટીક (હીરાવાડી, શિવશક્તિ મંદિરની પાછળ) તથા રાહુલ ઉર્ફે ગાંડી જેમને પૂજા ઓળખે છે.
એ આવ્યા હતા. અને મોડી રાત્રી સુધી અહીંયા કેમ બેઠા છો? એમ કહીને ઝઘડો કરતાં પૂજા તથા અંજલી ત્યાંથી જતાં રહ્યા હતા. ત્યારબાદ ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યે ફરી અંજલી અને પૂજા બંન્ને એ જ સ્થળે બેઠા હતા ત્યારે વિનોદ તથા રાહુલ આવ્યા હતા. અને મોડી રાત્રી સુધી બેસવાની ના પાડી છે છતાં કેમ બેસો છો? કહીને ઝઘડો કર્યો હતો.
કહીને રાહુલે ચપ્પુ કાઢી પુજા પર હુમલો કરી દીધો હતો. જેથી પૂજાને ખભા તથા બાવડા પર ઘા વાગતા તે ઈજાગ્રસ્ત બની હતી. બાદમાં બંન્ને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. પૂજાએ સિવિલ હોસ્પીટલમાં સારવાર કરાવ્યા બાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આ અંગે બંન્ને શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.