મોડી રાતનું ભોજન: ડાયાબિટીસ અને હૃદયરોગનું જાેખમ
યોગ્ય સમયે ભોજન કરવું શરીર માટે જેટલું ફાયદાકારક છે તેટલું અયોગ્ય સમયે ભોજન કરવાથી નુકશાન છે. મોડી રાત્રે ભોજન કરવાથી શરીરમાં ઘણી બીમારીઓનું જાેખમ વધી જાય છે. રીસર્ચ અનુસાર રાતનું ભોજન સુતાના ૩ કલાક પહેલાં અને નાસ્તો ૯૦ મીનીટ પહેલા લઈ લેવો જાેઈએ તો જ તે યોગ્ય રીતે પચે છે.
મોડી રાત્રે ખાવામાં આ પ્રકારના જાેખમો રહેલા છે. નોર્થ વેસ્ટર્ન યુનિર્વસિટી મુજબ સુતાં પહેલાં જમવાથી વજન વધવાની સમસ્યા વધી જાય છે. તેનાથી શરીરમાં કેલરી ફેટના રૂપે જમા થતી રહે છે.
આ ઉપરાંત યુનિર્વસિટી ઓફ પેન્સિલેવીયનામાં થયેલા રીસર્ચ અનુસાર રાત્રે મોડેથી જમવાથી હાઈ બીપી અને ડાયાબીટીસનું જાેખમ વધી જાય છે. તેનાથી ગ્લુકોઝ વધી જાય છે જે લોહીમાં એક ખાસ ફેટને વધારે છે જેનાથી હૃદયરોગનું જાેખમ રહે છે.
યુનિર્વસિટી ઓફ કેલીફોનિર્યા લોસએન્જલસના વૈજ્ઞાનીકો દ્વારા ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે જે ઉંદરોને સુતા સમયે ભોજન કરાવવામાં આવ્યું તેમની યાદશકિત અને શીખવાની ક્ષમતા પ્રભાવીત થઈ હતી. મોડી રાતે ખાવાથી ઈટીગ ડીસઓર્ડર થવાની આશંકા વધી જાય છે. હકીકતે આવું થાકેલા આશંકા કારણે થાય છે.
થાકેલા હોવાના કારણે વ્યકિત જલદી પેટ ભરાય તેવું ભોજન ખાય છે. રાતમાં સમયે શારીરિક ગતિવીધીઓ ઓછી હોવાના કારણે મેટાબોલીજછમ ધીમું થઈ જાય છે. શરીરનો ભોજન પચાવવામાં સમસ્યા થાય છે. તેનાથી શરીરને યોગ્ય ન્યુટ્રીશયન મળી શકતું નથી અને બીમારીઓનું જાેખમ વધી જાય છે.