મોડી રાતે ફ્લેટમાં બાઇક સળગાવીને ત્રણ શખ્સ ફરાર
(એજન્સી) અમદાવાદ, સેજપુરમાં મોડી રાત્રે ફ્લેટમાં બાઇક સળગાવીને ત્રણ શખ્સ ફરાર થઇ ગયા હતા. ફ્લેટમાં બાઇકમાં આગ લાગતાં ટોરેન્ટ પાવરના ચાર મીટર સળગી ગયા હતા. સેજપુરમાં રહેતા લતાબહેને ત્રણ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. લતાબહેનને બે દિકરા છે. એક દીકરો ઠક્કરનગર ખાતે આવેલા હીરાના કારખાનામાં મેનેજર છે.
બે દિવસ પહેલા રાતે અઢી વાગ્યાની આસપાસ ઘરના દરવાજાની કડી બહારથી કોઇે ખખડાવતાં અવાજ આવતા તેઓ બહાર ગયા હતા. લતાબહેને પૂછ્યુ કે કોણ છે તો સામેથી અવાજ આવ્યો કે બ્રિજેશ મોદી છું તમારા દીકરાને બહાર મોકલ.ો આમ કહેતા લતાબહેને કહ્યુ કે તારે અત્યારે શુ કામ છે મારા દીકરાનું, જતો રહે ભાઇ નહિંતર પોલીસને બોલાવીશ. આમ કહેતાં તે જતો રહ્યો હતો.
તોડી વારમાં આજુબાજુમાંથી આગ લાગવાની બૂમો લતાબહેને સાંભળી હતી. જેથી લતાબહેને ઘરની બહાર આવીને જાેયું તો તેમના દીકરાનું બાઇક સળગતું હતું. અને આસપાસ લોકો તેની આગ બુઝાવવાની કોશિશ કરતા હતા.