મોડી રાત્રે અકસ્માત બાદ ટોળાએ બે બસોમાં આગ ચાંપી
ભરૂચ, ભરૂચની શેરપુરા ચોકડી પર અકસ્માત બાદ માહોલ તંગ બન્યો હતો. મોડી રાત્રે અકસ્માત બાદ ટોળાએ બે બસોમાં આંગ ચંપી કરી હતી. જેને પગલે મધરાતે ભરૂચ પોલીસનો કાફલો દોડતો થયો હતો. ઘટનાના પગલે ભરૂચ, દહેજ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
બન્યુ એમ હતું કે, દહેજમા આવેલી બિરલા કોપર નામની કંપનીની ખાનગી બસ મોડી રાતે પોતાના નાઈટ શિફ્ટના કર્મચારીઓને લઈને દહેજ જવા નીકળી હતી. બસ શેરપુરા ગામ પાસે પહોંચી ત્યારે તેની સાથે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક રૂસ્તમ આદમ માચવાલા નામના શખ્સનુ બસની અડફેટે મોત નિપજ્યુ હતું.
જેથી સ્થાનિક લોકોમાં આક્રોશ ફૂટી નીકળ્યો હતો. ખાનગી બસના ડ્રાઈવર અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને સ્થાનિક લોકોએ બસને તોડફોડ કરીને આગ ચાંપી હતી. અકસ્માતને પગલે હજારેક લોકોનુ ટોળુ એકઠુ થઈ ગયુ હતું.
એક અકસ્માતને પગલે એ જ કંપનીની બીજી બસને પણ ટોળાએ અટકાવી હતી. ગુસ્સામાં આવેલા ટોળાએ કંપનીની બંને બસોને આગ ચાંપી હતી. જેને પગલે ભરૂચ પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. પોલીસે આવીને ટોળાને વિખેર્યુ હતું.
તો ફાયર વિભાગની ટીમે બંને બસોની આગમા પાણીનો મારો ચલાવ્યો હતો. મૃતક રુસ્તમ આદમ શેરપુરાનો વતની હતો અને પોતે પણ લક્ઝરીના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેઓ પોતાની બસ સાઈડમાં ઊભી રાખી ઘરે ખાવા માટે જઈ રહ્યા હતા. પરંતુ જેવા બસમાંથી ઉતરી દરવાજાે બંધ કર્યો કે તેવામાં પાછળથી આવેલી બસના ચાલકે અડફેટમાં જતાં ગંભીર ઈજા થતા મોત થયું હતું.SSS