મોડેલે તેની ૧૫ કરોડની સંપત્તી શ્વાનના નામે કરી

બ્રાઝિલિયા, કહેવામાં આવે છે કે પ્રાણીઓ માણસના સાચા મિત્રો હોય છે. અને જ્યારે વફાદારીની વાત આવે ત્યારે સૌથી પહેલા શ્વાનનું નામ લેવામાં આવે છે. જાે કોઈએ પાલતુ પ્રાણી રાખવું હોય તો પહેલી પસંદગી શ્વાનની કરવામાં આવે છે.
ઘણાં એવા લોકો છે જેમનો શ્વાનપ્રેમ અદ્દભુત હોય છે. તેઓ શ્વાનને પરિવારના સભ્યની જેમ રાખે છે. આવો જ એક કિસ્સો બ્રાઝિલની મોડલનો સામે આવ્યો છે, જેણે પોતાની મિલકત પાલતુ શ્વાનના નામે કરી દીધી છે. તેણે પોતાના શ્વાનને વારસદાર જાહેર કર્યો છે.
મોડલનું કહેવું છે કે મૃત્યુ પછી તેની બધી જ સંપત્તિ શ્વાનના નામે કરવા માંગે છે. તેની સંપત્તિ ૨ મિલિયન ડોલર એટલે કે ૧૫ કરોડ રુપિયાની છે. મોડલના કોઈ સંતાન નથી. મોડલ જુ ઈસેન વકીલોની સલાહ લઈ રહી છે, જેથી એવી વસિયત તૈયાર કરી શકે જેમાં તમામ સંપત્તિ શ્વાન ફ્રાન્સિસ્કોના નામે કરી શકે. શ્વાન ફ્રાન્સિસ્કો તમામ કારો અને બંગલાનો માલિક બનશે.
ઈસેનનું કહેવું છે કે જ્યારે તે નહીં હોય ત્યારે આ પૈસા કૂતરા અને તેનું ધ્યાન રાખનારા લોકોના જીવનમાં સુવિધાઓ પૂરી પાડશે. રિપોર્ટ અનુસાર, ઈસેને જણાવ્યું કે, મેં ઘણું કામ કરી લીધું અને હવે મને લાગે છે કે તે સમય આવી ગયો છે કે હું ભવિષ્યનો પણ વિચાર કરું. ઈસેન ઘણીવાર શ્વાન ફ્રાન્સિસ્કો સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
શ્વાનને સ્ટાઈલિશ કપડા પણ પહેરાવવામાં આવે છે અને તે ઈસેન સાથે પ્રાઈવેટ જેટમાં મુસાફરી પણ કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે ઈસેન ચર્ચાનો વિષય બની છે, આ પહેલા પણ તેણે જાન્યુઆરી મહિનામાં કરેલા એક ખુલાસાને કારણે ઘણી ચર્ચાઓ થઈ હતી.
તેણે કહ્યુ હતું કે, નવું રુપ મેળવવા માટે તેણે પ્લાસ્ટિક સર્જરી પાછળ ૨૧૯૦૦૦ પાઉન્ડ ખર્ચ કર્યા હતા. ઈસેને જણાવ્યું કે, તેણે લગભગ ૫૦ વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તેને હવે પ્લાસ્ટિક સર્જરીની આદત પડી ગઈ છે. તેણે જણાવ્યુ હતું કે, હું મારા ભૂતકાળને સંપૂર્ણપણે દૂર કરવા માંગુ છું. હું પોતાને જ અરીસામાં ઓળખી નહોતી શકી અને મને લાગ્યું કે, હવે હું સંપૂર્ણપણે નવી મહિલા બની ગઈ છું.SSS