મોઢેરા સૂર્ય મંદિરનો આહલાદક વીડિયો વડાપ્રધાને શૅર કર્યો
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસાના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક સ્થળે પૂરની સ્થિતિ પણ ઊભી થઈ છે. હવે વરસાદ અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વરસાદનો એક વીડિયો પોતાના ટિ્વટર એકાઉન્ટ પર શૅર કૃયો છે. તેમના તરફથી શૅર કરવામાં આવેલો આ વીડિયો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિરનો છે.
આ વીડિયોની સાથે તેઓએ લખ્યું કે, મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદના સમયે શાનદાર લાગી રહ્યું છે. પીએમ મોદી તરફથી શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સદીઓ જૂના મોઢેરા સૂર્ય મંદિરમાં વરસાદના કારણે અનેક જગ્યાએથી પાણી વહીને આવી રહ્યું છે. પાણી ભવ્ય કુંડમાં એકત્રિત થઈ રહ્યું છે. વીડિયોને જોઈ મંદિરની ભવ્યતાનો અનુભવ થાય છે. વરસાદના આ વીડિયોને અત્યાર સુધી ૩૦ લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેઓ પોતાના નિવાસ સ્થાને મોર્નિંગ વોક અને વ્યાયામ દરમિયાન મોરને ચણ ખવડાવી રહ્યા છે. ૧ઃ૪૭ મિનીટના વડાપ્રધાનના મોર સાથેના વિવિધ દૃશ્યો જોવા મળે છે. સૂત્રોનું કહેવું છે કે, મોર્નિંગ વોક દરમિયાન વડાપ્રધાન અનેકવાર મોરોની સાથે સમય પસાર કરે છે. તેમનું કહેવું છે કે વડાપ્રધાનનો પર્યાવરણ સાથે ઊંડો સંબંધ રહ્યો છે અને આ વિષય પર તેઓએ બે પુસ્તકો પણ લખ્યા છે.sss