મોતને નજીકથી સ્પર્શીને શખ્સ પાછો આવી ગયો
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના અદ્ભુત વીડિયો શેર કરવામાં આવે છે. કેટલાક વીડિયો જાેઈને તમે તમારા આશ્ચર્યને રોકી શકશો નહીં. આવો જ એક અદ્ભુત વીડિયો ભારતીય વન અધિકારી સુસાંતા નંદાએ ટિ્વટર પર શેર કર્યો છે. આ વીડિયો ગુજરાતના એક ગામમાં કેપ્ચર થયો છે. ગામના કાચા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિના બાઇકની સામે અચાનક એક સિંહણ આવી ગઈ.
સિંહણને જાેઈને માણસ ખૂબ જ ડરી ગયો હતો પરંતુ તેની પાછળ બેઠેલી મહિલાએ તેના ફોનમાં તેનો વીડિયો બનાવી લીધો. ટિ્વટર પર શેર કરેલા આ વિડિયોની શરૂઆતમાં, એક સિંહણ ગામના કાચા રસ્તા પર જાેઈ શકાય છે. સિંહણ દેખાતાની સાથે જ માણસે બાઇક રોકી હતી. એ પછી તે ચુપચાપ ત્યાં જ ઊભો રહ્યો. બાઇક સવારની પાછળ બેઠેલી મહિલાએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
તેણે પોતાની નજીક આવતી સિંહણને કેદ કરી લીધી. સિંહણને સૌપ્રથમ તો સીધી બાઇક સવાર તરફ જતી જાેવા મળી હતી. પરંતુ જ્યારે વ્યક્તિએ કોઈ હિલચાલ ન કરી ત્યારે સિંહણ પોતાનો રૂટ બદલીને બીજી તરફ જતી રહી. અધિકારીએ વેલેન્ટાઈન ડે પર આ વીડિયો શેર કર્યો હતો.
તેને અત્યાર સુધીમાં હજારો વાર જાેવામાં આવી ચુકી છે. તેના કેપ્શનમાં અધિકારીએ લખ્યું છે કે આ ગામના રસ્તા પર એક પ્રવાસી સાથે કંઈક આવું થયું. જે માત્ર ભારતમાં જ બને છે.
૨૧ સેકન્ડના આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. એકે અધિકારીને જ પૂછ્યું, આ વીડિયો ક્યાંનો છે? જવાબમાં તેમણે કહ્યું કે આ ગુજરાતનો વીડિયો છે. તે જ સમયે, એક વ્યક્તિએ તેને શ્વાસ થંભાવી દેનારો વીડિયો ગણાવ્યો. આ ચોંકાવનારો વીડિયો જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે સુસાંતા નંદા તેમના ટિ્વટર હેન્ડલ પર આવા અદ્ભુત વીડિયો શેર કરતા રહે છે.
તેમના દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો જાેતા જ વાયરલ થઈ જાય છે. લોકો સુસાંતા નંદા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોની રાહ જાેતા હોય છે. તેમનું આખું ટિ્વટર એકાઉન્ટ વન્યજીવનના આવા રોમાંચક વીડિયોથી ભરેલું છે.SSS