મોતીહારીમાં પૂરના પાણીમાં બે બાઈક સવાર તણાયા
મોતિહારી: સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર ઉત્તર બિહારમાં જળબંબાકાર થઈ ગયો છે. વરસાદ બાદ હવે પૂરનું રૌદ્ર સ્વરુપ દેખાવાનું શરૂ થઈ ગયું છે. રાજ્યના અલગ-અલગ સ્થળોથી આવી જ તસવીરો સામે આવી રહી છે જેને જાેયા બાદ રૂંવાડા ઊભા થઈ જાય છે. મોતિહારીમાં આવું જ દૃશ્ય જાેવા મળ્યું જેમાં થોડીક જ સેકન્ડોમાં પાણીના તેજ વહેણમાં બાઇક પર સવાર બે લોકો તણાઈ ગયા. જાેકે, સ્થાનિક લોકોની કોઠાસૂઝ દર્શાવતા તણાઈ રહેલા બે લોકોને બચાવવાનું અભિયાન હાથ ધર્યું.
આ બંને બાઇક સવારો તણાઈને જઈ રહ્યા હતા ત્યાં વાંસની બનાવેલી સીડી લગાવી દીધી. જેને પકડીને બંનેએ પોતાનો જીવ બચાવ્યો. થોડા સમય બાદ બંને વ્યક્તિ આ સીડીના સહારે પુલ ઉપર આવ્યા. આ રીતે દેશી જુગાડના કારણે બંને બાઇક સવારનો જીવ બચી શક્યો. આ ઘટના નજરે જાેનારા અને સ્થાનિક સમાજસેવી સૈયદ તનવીર હસને જણાવ્યું કે, બાઇક સવાર બંને લોકોના નામ વિનોદ કુમાર અને કિશોર કુમાર છે. આ બંને મોતિહારી શહેરના નિવાસી છે.
પોતાના પડોશી કાકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મોટર સાઇકલ પર સવાર થઈને બરનાવા ઘાટ જઈ રહ્યા હતા. બીજી તરફ, સ્થાનિક લોકો દ્વારા ઘટનાનું કારણ ડાયવર્ઝન પુલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાંથી બંને બાઇક સવાર જઈ રહ્યા હતા. ડાયવર્ઝન પુલની ઊંચાઈ નવા બની રેલા પુલથી ઘણી નીચી છે. જેના કારણે પૂર જેવી સ્થિતમાં તેના પર પાણીનો તેજ પ્રવાહ હોય છે. ગયા વર્ષે પણ પૂરના સમયે આ ડાયવર્ઝન પુલ પર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.