મોત પહેલાં નરેન્દ્ર ગિરિ મહંતના ફોન પર ૩૫ કોલ આવ્યા હતા

નવી દિલ્હી, મહંત નરેન્દ્ર ગિરિની મોતની તપાસ માટે આખરે સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી ચૂકી છે. મળતી જાણકારી અનુસાર પાંચ સભ્યોની સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી છે. અગાઉ એક નવી જાણકારી પણ સામે આવી છે. જેમાં સોમવાર એટલે કે જે દિવસે મહંતની મોત થઈ ત્યારે તેમના ફોન પર કુલ ૩૫ કોલ આવ્યા હતા.
જેમાંથી ૧૮ પર તેમણે વાતચીત કરી હતી. વાતચીત કરનારમાં હરિદ્વારના કેટલાક લોકો અને ૨ બિલ્ડર પણ સામેલ હતા. એસઆઈટી નરેન્દ્ર ગિરિના મોબાઈલની સીડીઆર કાઢીને આ લોકો સાથે પણ પૂછપરછ કરાશે. હરિદ્વારથી કોલ કરનારની ડિટેલ ખંગાળવા માટે હરિદ્વાર પોલીસને પણ જાણકારી મોકલવામાં આવી છે.
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનુ મોત હત્યા છે અથવા આત્મહત્યા આની તપાસ ચાલી રહી છે. સીબીઆઈ તપાસની ભલામણ થઈ છે. હાલ મહંત નરેન્દ્ર ગિરિના પ્રિય શિષ્ય આનંદ ગિરિ જ આ કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આનંદ ગિરિની નરેન્દ્ર ગિરિના મોતમાં શુ સંડોવણી છે, સંડોવણી છે કે નહીં આ તપાસ બાદ સ્પષ્ટ થશે.
સંપત્તિના વિવાદમાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મહંત નરેન્દ્ર ગિરિ મહારાજ જે અખાડા પરિષદના અધ્યક્ષ હતા એની સંપત્તિ હજાર કરોડ કરતાં વધુ હોવાનું કહેવાય છે.