Western Times News

Gujarati News

મોદીએ આંદામાન નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલની ભેટ આપી

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંદામાન નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલની ભેટ આપી હતી આ ફાયબર કેબલ ચેન્નાઇથી પોર્ટ બ્લેયર સુધી દરિયાની અંદર બિછાવવામાં આવ્યો છે જેની મદદથી આંદામાનમાં હવે ઇન્ટરનેટની સ્પીડ ધણી ઝડપી મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લગભગ દોઢ વર્ષમાં આનું કામ પુરૂ થયું છે અને ૧૫ ઓગષ્ટના સેલિબ્રેશન પહેલા આ લોકોને આની ભેટ છે.વડાપ્રધાને કહ્યું કે દરિયામાં સર્વે કરવામાં આવ્યો કેબલને બિછાવવો અને તેની કવોલિટી મેન્ટેન કરવી સરળ નથી વર્ષોથી આની જરૂરીયાત હતી પરંતુ કામ નહોતું થઇ શકયું.

વડાપ્રધાને કહ્યું કે કોરોના કામ પુરૂ થતા રોકી નથી શકયો દેશના ઇતિહાસ માટે આંદામાન સાથે જાેડાવું અને કનેકટીવિટી આપવી દેશની જવાબદારી હતી મારો પ્રયાસ હતો કે દેશના દરેક નાગરિકને દિલ્હી અને દિલની દુરીઓને ખતમ કરવામાં આવે દરેક વ્યક્તિ સુધી સુવિધા પહોંચાડી શકાય મોદીએ કહ્યું કે આ પ્રોજેકટ સાથે આંદામાનના લોકોને ઇર્જ ઓફ લિવિગની સુવિધા મળશે સાથે ડિઝીટલ ઇન્ડિયાના તમામ લાભ મળશે.

પ્રોજેકટને લઇ વડાપ્રધાને કહ્યું કે કનેકટીવિટી સારી રહેશે તો ટુરિસ્ટ વધારે સમય સુધી ત્યાં રોકાશે જેનાથી રોજગારની અનેક તકો મળશે વડાપ્રધાને કહ્યું કે આ એકટ ઇસ્ટ પોલીસી હેઠળ અંડમાનની ભૂમિકા મહત્વની છે અને આગળ પણ વધશે સરકાર તરફથી આઇલેન્ડ ડેવલોપમેન્ટ કમિટીની રચના થઇ અને ઝડપથી પ્રોજેકટને પુરો કરવામાં આવ્યો વડાપ્રધાને કહ્યું કે ફકત ડિજીટલ ઇન્ડિયા નહીં પરંતુ રોડ તથા હવાઇ માર્ગોને મજબુત કરી શકાશે હવે મોટા જહાજાેને રિપેયર કરવાની સુવિધા પણ અંડમાનમાં કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.