Western Times News

Gujarati News

મોદીએ કેરળના સીએમ પિનરાઇ વિજયનથી ફોન પર કરી વાત

કોઝીકોડ, કેરળના કોઝિકોડમાં દુબઇથી આવી રહેલા એક વિમાન કરીપુર એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રનવે પર લપસી જવા બાદ વિમાનના આગળના ભાગમાં બે ટુકડા થઇ ગયા. વિમાનમાં ૧૯૧ યાત્રી સવાર હતા. કરીપુર વિમાન દુર્ઘટનાને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનથી ફોન પર વાત કરી હતી. સીએમ વિજયને પ્રધાનમંત્રીને જાણકારી આપી કે, કોઝિકોડ અને મલપ્પુરમના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અશોક યાદવની સાથે અધિકારીઓની ટીમ એરપોર્ટ પહોંચ્યા છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.

પીએમ મોદીએ આ દુર્ધટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, કોઝિકોડ વિમાન દુર્ધટનાથી આહત છે. મારી સંવદેના તે લોકોની સાથે છે જેમણે પ્રિયજનોની આ દુર્ધટનામાં ગુમાવ્યા છે. જે લોકો દુર્ધટનામાં ઘાયલ છે. જલ્દી જલ્દી સાજા થઇ જશે. આ વિશે કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. અધિકારી ઘટનાસ્થળ પર છે અને પ્રભાવિત લોકોને તમામ સંભવ મદદ પહોંચાડવામાં આવી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.