મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી, ખેલાડીઓ રડી પડી
નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રિટન સામે જાેરદાર લડત આપનાર ભારતીય હોકી ટીમ પર દેશ ફીદા છે. થોડા માટે મેચ હારીને પણ ભારતીય મહિલા હોકી ટીમ લોકોના દીલ જીતી ચુકી છે ત્યારે મેચ હાર્યા બાદ પીએમ મોદીએ હોકી ટીમની ખેલાડીઓ અને કોચ સાથે ફોન પર વાત કરી હતી. ફોન પર વાત કરતી વખતે હોકી ટીમની ખેલાડીઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.પીએમ મોદીએ ખેલાડીઓને કહ્યુ હતુ
ભલે મેડલ ના આવ્યો હોય પણ તમારો પરસેવો દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બની ગયો છે. હું તમામ પ્લેયર્સ અને તમારા કોચને અભિનંદન આપુ છું. પીએમ મોદીએ આ દરમિયાન ખેલાડી નવનીત કૌરને થયેલી ઈજા અંગે પણ પૂછ્યુ હતુ અને કહ્યુ હતુ કે, તેને આંખમાં તો વાગ્યુ નથી ને….
પીએમ મોદીએ સાથે સાથે કહ્યુ હતુ કે, તમારે રડવાનુ નથી, તમારા રડવાનો અવાજ મને સંભળાઈ રહ્યો છે, તમારે નિરાશ થવાની જરૂર નથી, આખો દેશ તમારા પર ગર્વ કરી રહ્ય છે. તમારી મહેનતથી જ હોકીની ઓળખ ફરી જીવંત થઈ રહી છે.