મોદીએ જશોરેશ્વરી મંદિરમાં જઇને પૂજા માટે હવે ત્યાંના મંદિરોને જ તોડી દેવાયા
મુંબઇ: શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું કે, મોદીએ જશોરેશ્વરી મંદિરમાં જઇને પૂજા માટે હવે ત્યાંના મંદિરોને જ તોડી દેવાયા. આ મોદીના બાંગ્લાદેશ પ્રવાસનું ફળ છે. પ્રધાનમંત્રી મોદી બાંગ્લાદેશ જઇને પરત આવે, પરંતુ આનાથી ત્યાંના હિંદુ વધુ અસુરક્ષિત થઇ ગયા. પશ્ચિમ બંગાળ ચૂંટણી જીતવા માટે એકાદ હિન્દુ-મુસ્લિમનો દંગો ભડકાવાશે, એવો અંદાજ લગાવાય રહ્યો હતો પરંતુ દંગો પાડોશમાં બાંગ્લાદેશમાં ફેલાઇ ગયો. આની અસર પશ્ચિમ બંગાળમાં જરૂર થશે. મોદી પરત આવી ગયા પરંતુ ત્યાંના હિન્દુ વધુ અસુરક્ષિત થઇ ગયા છે.
સામનામાં લખ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યુદ્ધ દરમિયાન જ પ્રધાનમંત્રી મોદી પાડોશના બાંગ્લાદેશ પ્રવાસથી પરત આવ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જાેરશોરમાં હતી, તે સમયે મોદી નેપાળના પ્રવાસે ગયા. ત્યાં પશુપતિનાથ મંદિર જઇને તેઓ દિવસભર પૂજા-અર્ચના કરી હતી અને ગાયને ઘાસચારો આપી રહ્યા હતા.
બાંગ્લાદેશમાં પણ મોદી ત્યાંના જશોરેશ્વરી કાલી માતા મંદિરમાં જઇને બેસી ગયા. તેમણે પૂજા-અર્ચના કરી. આ ફોટો પશ્ચિમ બંગાળના હિન્દુ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે જ હોઇ શકે છે. ઉત્તરપ્રદેશમાં જ્યારે પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું તે સમયે મોદી નેપાળ મંદિરમાં હતા, ત્યારે પશ્ચિમ બંગાળના પહેલા તબક્કાના મતદાનની પૂર્વ સંધ્યાએ મોદી પશ્ચિમ બંગાળની બોર્ડર પર બાંગ્લાદેશના મંદિરમાં હતા, આ સંયોગ ક્યારેય નથી.
સામનામાં લખ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ભાજપ એટલે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઇ છે અને તેના માટે કંઇપણ કરવાની તેમની તૈયારી છે. પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘુસી આવ્યા છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની ભાષા એક જ છે. પશ્ચિમ બંગાળની મોટી વસ્તીના સંબંધીઓ બાંગ્લાદેશમાં છે.ઇન્દિરા ગાંધીના શૌર્ય અને પરાક્રમના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું. ઇન્દિરા ગાંધીએ યુદ્ધની જાહેરાત કરીને પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા. ત્યારબાદ આ પ્રકારના શૌર્ય કોઇપણ પ્રધાનમંત્રીએ નથી દેખાડ્યું.
સામનામાં લખ્યું કે, મોદી એવી ઐતિહાસિક માહિતી પણ આપી છે કે બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં ભાગ લેવા પર તેમણે કારાવાસ પણ થયો છે. મોદીએ માહિતી આપી છે કે જ્યારે તેઓ ૨૦-૨૨ વર્ષના હતા, તે સમયે તેમણે સત્યાગ્રહ કર્યો હતો. ઇન્દિરા ગાંધીએ યુદ્ધ કરીને પાકિસ્તાનને અલગ કરી દીધુ અને બાંગ્લાદેશનું નિર્માણ કર્યું, આના બદલે બાંગ્લાદેશ નિર્માણ માટે મોદીએ જે સત્યાગ્રહ કર્યો, તે વધુ મહત્વપૂર્ણ છે, ભાજપ કાર્યકર્તાઓને એવો અનુભવ થઇ શકે છે.