મોદીએ દુકાનના બાંકડા પર બેસીને ચાની લહેજત માણી

વારાણસી, કાશીમાં શુક્રવારે પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો.એ પછી તેઓ કાશીના અસ્સી ઘાટ ખાતે આવેલી ફેમસ ચાની દુકાન પર ચા પીવા માટે પહોંચી ગયા હતા. જેની તસવીરો સોસિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.અહીંયા આવેલી ચાની દુકાન પર પીએમ મોદીએ ચાની ચુસ્કી લેતા લેતા કાશીના કેટલાક લોકો સાથે વાત કરી હતી અને કાશીમાં વિકાસ યોજનાએ કેવી ચાલી રહી છે તેની જાણકારી મેળવી હતી.
જેમની ચાની દુકાન છે તેમની સાથે પણ પીએમ મોદીએ તેમના પરિવારમાં કોણ છે તેની જાણકારી મેળવી હતી.પીએમ મોદીએ ચાની દુકાનમાં બાંકડા પર બેસીને ચાનો આનંદ લીધો હતો.
એક ચા પૂરી થયા બાદ પીએમ મોદીએ બીજી વખત ચા મંગાવી હતી.દુકાનમાંથી નિકળ્યા ત્યારે દુકાનદારને કહ્યુ હતુ કે, બહુ સરસ ચા બનાવી છે.તેમની સાથે દુકાનમાં ૬ લોકો ચા પીવા માટે બેઠા હતા.
ચા પીધા બાદ પીએમ મોદીએ બાજુમાં આવેલી ગોપાલની દુકાન પર બનારસી પાનની મઝા માણી હતી.પીએમ મોદીએ મજાકમાં ગોપાલને કહ્યુ હતુ કે, ગોપાલજી ચૂનો ના લગાવતા .
પીએમ મોદીએ મોડી રાતે વારાણસી કેન્ટ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લઈને અધિકારીઓ સાથે વાત કરી હતી.SSS