મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફને શુભેચ્છા પાઠવી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાજ શરીફને શુભેચ્છા પાઠવી છે. અભિનંદનની સાથે પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે ભારત પણ શાંતિ ઈચ્છે છે જ્યાં આતંક માટે કોઈ સ્થાન નથી.
પીએમ મોદીએ ટિ્વટ કરીને લખ્યું છે કે શાહબાજ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન. ભારત શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે જ્યાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. જ્યારે આવું થશે, ત્યારે આપણે વિકાસના પડકારો પર ભાર આપી શકીશું અને આપણા લોકોનું ભલું કરી શકીશું.HS