મોદીએ પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને જવાબ આપ્યો પરંતુ મનમોહનસિંહને નહીં

નવીદિલ્હી: દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે રાજનીતિક શહ માતનો ખેલ પણ જારી છે વિરોધ પક્ષો તરફથી સરકારને ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કોવિડ સંકટ પર તાજેતરના દિવસોમાં દેશના બે પૂર્વ વડાપ્રધાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.પહેલા કોંગ્રેસ નેતા મનમોહનસિંહે અને ત્યારબાદ જેડીએસના નેતા દેવગૌડા તરફથી પત્ર લખવામાં આવ્યા હતાં પત્ર લખ્યા બાદ મનમોહનસિંહ જયાં ભાજપના નિશાન પર આવ્યા હતાં ત્યાં દેવગૌડાના પત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ફોન કરી તેમને જવાબ આપ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાને પોતાના પત્રના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ફોન કરવામાં આવ્યો દેવગૌજાએ કહ્યું કે મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે તે તેમના સુચનોને આગળ વધારશે પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ રવિવારે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. દેવગૌડાની જેમ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદીને પત્ર લખી પાંચ સુચન આપ્યા હતાં પરંતુ તે સમયે તેમના પર નિશાન સાધવામાં આવ્યા હતાં.
મનમોહનસિંહના પત્રના જવાબમાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પલટવાર કરતા કહ્યું હતું કે ઇતિહાસ તમારા માટે સારૂ હોત તો આ રીતના રચનાત્મક સહયોગ અને કીમતી સલાહ પર તમારી પાર્ટી કોંગ્રેસે કામ કર્યું હોત
આરોગ્ય મંત્રીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા લખવામાં આવેલ પત્રમાં અનેક ભુલોનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે મનમોહનસિંહે વેકસીનની આયાત માટે જે સલાહ આપી તે પહેલા જ ઉઠાવી લેવામાં આવ્યા છે.હર્ષવર્ધને મનમોહનસિંહ પર ટીપ્પણી કરતા કહ્યું હતું કે આ પત્રને તૈયાર કરનારાને તમે કદાચ પુરી માહિતી આપી નથી પૂર્વ વડાપ્રધાન દેવગૌડા તરફથી લખવામાં આવેલ પત્રમાં કોરોના મહામારીના રોકથામ માટે ચુંટણી જીતની ઉજવણીને સીમિત કરવા અને પેટાચુંટણી અને સ્થાનિક ચુંટણીને આગામી છ મહીના માટે સ્થગિત કરવાની વાત કહેવામાં આવી હતી