મોદીએ ભગવાન રામનાં દર્શન કરતા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા
અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં બહુપ્રતિક્ષિત રામ મંદિર નિર્માણ માટે મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીનાં આગમન પર ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે પીએમ મોદી એવા પહેલા વડા પ્રધાન છે કે જે રામ જન્મભૂમિ જઈ રહ્યા છે. પીએમ મોદી ૨૯ વર્ષ પછી અયોધ્યા જઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામલાલાની મુલાકાત લીધી, તેમની પૂજા-અર્ચના કરી. આ સમય દરમિયાન, વડા પ્રધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પરિસરમાં પારીજાતનો છોડ લગાવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામજન્મભૂમિ પહોંચ્યા હતાં અને ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી હાજર હતાં.
ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે ૯.૩૫ વાગ્યે પ્રસ્થાન કર્યુ હતું. તે એર ઈન્ડિયા વિમાન દ્વારા લખનઉ પહોંચ્યા અને ત્યારબાદ હેલિકોપ્ટરની મદદથી તેઓ અયોધ્યા પહોંચ્યા છે. આજની ઘટના માટે પીએમ મોદીએ ખાસ ધોતી કુર્તા પહેર્યા હતો . તેમણે કેસરી રંગનો કુર્તો અને ધોતી પહેરી છે અને તેનો ફોટો પીએમઓ દ્વારા શેર કરવામાં આવ્યો છે.