મોદીએ રામાનુજાચાર્યની ૨૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદ્રાબાદના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમણએ ૧૧ મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં ૨૧૬ ફૂટ ઉંચા ‘સ્ટેચ્યૂ ઓફ ઇલેક્ટિલિટી’ નું અનાવરણ કર્યું હતું. અહીં યજ્ઞશાળામાં પહોંચીને પૂજા-અર્ચના કરી હતી.
કાર્યક્રમમાં મોદીએ કહ્યું, “અમે બેવડી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ. એક તરફ અમે જળ સંરક્ષણ દ્વારા નદીઓને જાેડીને મોટા વિસ્તારને સિંચાઈ હેઠળ લાવી રહ્યા છીએ. તો બીજી તરફ, અમે ઓછા સિંચાઈવાળા વિસ્તારોમાં પાણીના ઉપયોગની ક્ષમતા માટે માઇક્રો ઇરિગેશન પર ભાર મુકી રહ્યા છીએ. મોદીએ કહ્યું, “અમે આગામી થોડા વર્ષોમાં પામ ઓઇલ સેક્ટરને ૬.૫ લાખ હેક્ટર ખેતીની જમીન સુધી વિસ્તરણ કરવા માંગીએ છીએ. અમે હાલમાં ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે છેલ્લા સાત વર્ષમાં વિવિધ પ્રકારના પાક ઉગાડ્યા છે. ”
પીએમએ ICRISATના સંશોધકોને કહ્યું કે આ સંસ્થાનો પાંચ દાયકાનો અનુભવ છે. આ પાંચ દાયકાઓમાં તમે ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિ ક્ષેત્રને મદદ કરી છે. તમારા સંશોધન, તમારી ટેકનોલોજીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી છે.
મોદીએ કાર્યક્રમમાં કહ્યું, “ભારતમાં ૮૦-૮૫ ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે. ભારતે ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે. ‘લાઇફ સ્ટાઇલ ફોર એનવાયરમેન્ટ’ જરૂરને પણ ઉજાગર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટોપિક્સના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે અહીં કહ્યું, “ભારતે આગામી ૨૫ વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કર્યા છે, તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે. તેવી જ રીતે, આગામી ૨૫ વર્ષ ૈંઝ્રઇૈંજીછ્ માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સેમી-એરીડ ટ્રોપિક્સ કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અહીં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, “આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું વર્ષ છે. ૈંઝ્રઇૈંજીછ્ ના પણ ૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
આ આપણને પ્રેરણા આપનાર અવસર છે, આ આપણા સંકલ્પને પૂર્ણ કરવાનો સમય છે અને ૨૫ વર્ષ માટે નવા સંકલ્પોને લઇને ચાલવાનો સમય છે.SSS