Western Times News

Gujarati News

મોદીએ શરદ પવાર અને રજનીકાંતને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

નવીદિલ્હી, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને દિગ્ગજ અભિનેતા રજનીકાંતનો આજે જન્મ દિવસ હતો આ પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંન્નેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.

એનસીપી અધ્યક્ષ શરદ પવાર માટે વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરી લખ્યું શરદ પવારજીને તેમનાા જન્મ દિવસ પર શુભકામના,ભગવાન તેમને સારૂ આરોગ્ય અને લાંબુ જીવનનું વરદાન આપે એ યાદ રહે કે શરદ પવાર ૮૦મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે આ પ્રસંગે દિવ્યાંગજનોને મફતમાં સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે ઓનલાઇન મંચ મહાશરદની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન સહિત એનસીપીના નેતાઓ અને મહારાષ્ટ્ર ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓએ પણ પવારને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

જયારે ૭૦મો જન્મ દિવસ ઉજવી રહેલ દિગ્ગજ અભિનેતા એ સુપરસ્ટાર રજનીકાંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવતી વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કર્યું હતું કે તમને તમારા જન્મ દિવસની શુભકામના તમને એક સ્વસ્થ અને લાંબુ જીવન મળે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.