મોદીએ ૧૫ ઓગસ્ટના ભાષણ માટે યુવાઓ પાસે તેમના વિચાર અને સૂચનો માંગ્યા

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસના અવસરે ૧૫ ઓગસ્ટના રોજ ૮મી વાર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધન કરશે. પોતાના ભાષણ માટે પીએમ મોદીએ યુવાઓ પાસે તેમના વિચાર અને સૂચનો માંગ્યા છે. પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે તમારા વિચાર પ્રધાનમંત્રીના ભાષણમાં સામેલ થઈ શકે છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે તમારા વિચારો લાલ કિલ્લાની પ્રાચીરથી ગૂંજશે. ૧૫ ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ માટે તમારા શું વિચાર છે?
તેને શેર કરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણ માટે લોકો પાસે સૂચનો માંગે છે. આ વર્ષે પણ લોકો દ્બઅર્ખ્તદૃ વેબસાઈટ પર પોતાના વિચારો શેર કરી શકે છે. જેમાંથી કેટલાક વિચારો પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણમાં સામેલ કરી શકે છે.