મોદીજી ચલાવી રહ્યાં છે સરકારી કંપની વેચો અભિયાન: રાહુલ
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે તે જીડીપી અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસને લઇ સરકાર પર નિશાન સાધતા રહે છે હવે એકવાર ફરી તેમણે મોદી સરકાર પર હુમલો કર્યો છે કોંગ્રેસ નેતાએ કહ્યું કે એલઆઇસીને વેચવો મોદી સરકારનો એક વધુ શર્મનાક પ્રયાસ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે મોદીજી સરકારી કંપની વેચો અભિયાન ચાલી રહ્યું છે ખુદ બનાવવામાં આવેલ આર્થિક બેહાલીની ભરપાઇ માટે દેશની સંપત્તિને થોડી થોડી વેચવામાં આવી રહી છે જનતાના ભવિષ્ય અને વિશ્વાસને બાજુએ મુકી એલઆઇસીને વેચવી મોદી સરકારનો એક વધુ શર્મનાક પ્રયાસ છે પોતાના ટ્વીટની સાથે તેમણે એક ખબરને સંયુકત કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર એલઆઇસીમાં ૨૫ ટકા ભાગીદારીને વેચશે સરહદો પર તનાવ છે ગોળીબાર થાય છે મોદી ચુપ છે.આ ચુપકીદીનું કારણ જાણવા માંગે છે.HS