મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા નરેશ પટેલને નિમંત્રણ
રાજકોટ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જાેડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જાેડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.
થોડા દિવસ પહેલા જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જાેવા મળ્યા હતા, આ ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ અને પ્રશાંત કિશોર સાથે પણ મુલાકાત કરી હોવાની વાત સામે આવી છે. હવે આ બધાની વચ્ચે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમમાં નરેશ પટેલને આમંત્રણ આપવમાં આવતા રાજકારણ ગરમાયું છે.આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે.
આજે રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સૌરાષ્ટ્રના નવ જીલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સાડા ત્રણથી ચાર લાખ જેટલા લોકો એકત્રિત કરવામાં આવશે.
લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે શું નરેશ પટેલ પીએમ મોદીની હાજરીમાં ભાજપમાં જાેડાશે?આ અટકળો એટલા માટે પણ મહત્વની કારણ કે બે દિવસ પહેલા નરેશ પટેલે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા સાથે મુલાકાત કરી હતી.
હવે આ બેઠક બાદ આજે દિનેશ બાંભણીયા સીઆર પાટીલને મળવા રાજકોટ પહોંચ્યા હતા. તેથી લોકોમાં ચર્ચા છે કે પાટીદાર આગેવાનો કેસરીયો ધારણ કરે તો નવાઈ નહીં. જાે કે હાલમાં તો આ બધી જાે અને તોની વાતો છે. નરેશ પટેલે કહ્યું છે કે તેઓ આઠ કે દસ દિવસમાં રાજકારણમાં જાેડાવા અંગે ખુલાસો કરશે.SS2KP