મોદીના ગામમાંથી સોલંકી યુગની બુર્જ ઈમારત મળી

મહેસાણા, ઐતિહાસિક નગર તરીકે ઓળખાતા ગુજરાતનું વડનગરે ફરી એકવખત તમામનું ધ્યાન ખેંચ્યું છે. વડનગરમાં અત્યાર સુધી ખોદકામ દરમિયાન અનેક પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. જે સોલંકી યુગના છે. ત્યારે ઐતિહાસિક વડનગર શહેરમાંથી ફરી એકવખત સોલંકી યુગની બુર્જ ઈમારત મળી આવી છે.
એટલું જ નહીં, અમરથોળ દરવાજા નજીકથી ઐતિહાસિક કિલ્લો પણ મળી આવ્યો છે. ઐતિહાસિક નગર વડનગરના પેટાળમાંથી ખોદકામ કરતા બુર્જ કિલ્લો મળી આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. જેના કારણે પુરાતન વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું. ઐતિહાસિક નગરમાં વિભાગ વધુ ખોદકામ કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં અનેક ઐતિહાસિક અવશેષો વડનગરમાંથી મળ્યા છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ઐતિહાસિક નગર વડનગરમાં ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને પ્રાચીન અવશેષો મળી રહ્યા છે. અમરથોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે ૨૫ ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો છે. એટલું જ નહીં, દરવાજાની આજુબાજુ બીજા બુર્જ અને કોટ પણ નીકળી રહ્યા છે.
આ બુર્જ આશરે ૧૦૦૦થી ૧૨૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. નોંધનીય છે કે, શહેરની ફરતે બનાવેલા ૬ દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ જમીનના પેટાળમાં દબાયેલા છે. તમને જણાવી દઈએ કે સોલંકી કાળમાં આવા બુર્જ પરથી સૈનિકો દુશ્મનો પર નજર રાખતા હતા. તેમજ શહેરની સુરક્ષા માટે કોટ પણ બનાવાયા હતા.SSS