મોદીના ઢાકા પ્રવાસ દરમિયાન બંન્ને દેશો વચ્ચે ત્રણ સમજૂતિ થઇ શકે છે
ઢાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી અઠવાડીયે નિર્ધારિત ઢાકા પ્રવાસમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ સમજૂતિ પર સહી થઇ શકે છે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની આઝાદીની સ્વર્ણ જયંતી પ્રસંગ પર યોજાનાર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઢાકા આવવાનાર છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમેને કહ્યું કે ભારતના વડાપ્રધાન મોદીના આગામી અઠવાડીયે ઢાકાના પ્રવાસ દરમિયાન ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ સમજૂતિ પર સહી થઇ શકે છે
મોદી બાંગ્લાદેશની આઝાદીની સ્વર્ણ જયંતી તથા દેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની જન્મશતી પ્રસંગે યોજાનાર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઢાકા આવનાર છે .આ દરમિયાન બંન્ને દેશો વચ્ચે ત્રણ સમજૂતિ પર સહમતિ બની શકે છે જાે કે તેના પર અંતિમ નિર્ણય થયો નથી
વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમેને ૧૭ માર્ચથી શરૂ થનાર ૧૦ દિવસીય કાર્યક્રમો પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે બાંગ્લાદેશ માટે આ એતિહાસિક કાર્યક્રમ છે કારણ કે દસ દિવસની અંદર પહેલા કયારેય પાંચ રાષ્ટ્રધ્યક્ષ અને શાસન પ્રમુખ અહીં આવ્યા નથી તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન ઉપરાંત નેપાળ શ્રીલંકા ભુતાન અને માલદીવના રાષ્ટ્રધ્યક્ષ અને સરકાર પ્રમુખ આ સમારોહમાં ભાગ લેનાર છે મોદી વડાપ્રધાન શેખ હસીના સાથે વાર્તા કરશે તથા ઢાકાની આસપાસ ત્રણ સ્થાનો પર જશે.તેમણે કહ્યું કે સમારોહની તૈયારીઓ ચાલે છે.