મોદીના નવા મંત્રી મંડળમાં ૨૭ OBC, ૧૩ વકીલ, ૧૨ દલિત, ૫ ડોક્ટર્સને સ્થાન
નવી દિલ્હી, મોદી સરકારની કેબિનેટનુ વિસ્તરણ આજે સાંજે થવા સાથે કોણ મંત્રી બન્યું તેના સસ્પેન્સ પરથી પડદો ઊંચકાયો. જાેકે ન્યૂઝ ચેનલોના અહેવાલમાં દાવો થઈ રહ્યો છે કે, આજના વિસ્તરણ બાદ કેબિનેટમાં કુલ ૬૮થી વધારે મંત્રીઓ હશે તેમાં હાલના અને નવા મંત્રીઓનો સમાવેશ થાય છે. પીએમ મોદીની નવી કેબિનેટમાં ૨૭ ઓબીસી અને ૨૦ મંત્રીઓ એસસી એસટી સમુદાયના હશે.
૧૨ મંત્રીઓ દલિત સમુદાયના હશે.જેમાં બે મંત્રીઓને કેબિનેટ મિનિસ્ટર બનાવાય તેવી શક્યતા છે.નવા મંત્રીમંડળમાં દેશના ૨૫ રાજ્યોનુ પ્રતિનિધિત્વ હશે. યુપીના સૌથી વધારે મંત્રીઓ મોદી કેબિનેટમાં સામેલ થાય તેવી શક્યતા છે.
ન્યૂઝ ચેનલોના રિપોર્ટ પ્રમાણે પીએમ મોદીના મંત્રીમંડળમાં અનુભવી અને યુવા મંત્રીઓ હશે.મંત્રીમંડળની સરેરાશ વય ૫૮ વર્ષ રહેશે.આ મંત્રીમંડળમાં અલગ અલગ પ્રોફેશનના વ્યક્તિઓ હશે.જેમાં ૧૩ વકીલ, ૬ ડોકટર, પાંચ એન્જિનિયર, સાત સિવિલ સર્વન્ટ, પાંચ પીએચડી હોલ્ડર અને ૩ એમબીઓનો સમાવેશ થાય છે.
મંત્રીમંડળમાં અનુભવ રહે તે માટે ચાર વ્યક્તિઓ એવા હશે જે અગાઉ ચાર અલગ અલગ રાજ્યોમાં સીએમ રહી ચુકયા છે અને ૧૮ એવા હશે જેમને પહેલા સરકાર સાથે કામ કરવાનો અનુભવ છે.૨૩ લોકો એવા હશે જે કમસે કમ ત્રણ વાર અગાઉ સાંસદ રહી ચુકયા ઙશે અને ૧૪ મંત્રીઓની વય ૫૦ કરતા નીચે હશે.