Western Times News

Gujarati News

મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મોટા પાયે હિંસાનું ષડયંત્ર રચાયું હતું

ઢાકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મોટા પાયે હિંસાનું ષડયંત્ર રચાયું હતું. એક ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે પ્રતિબંધિત સંગઠન જમાત એ ઈસ્લામીએ મોટું ષડયંત્ર રચ્યું હતું અને આ માટે પૈસા પણ વહેંચવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે પીએમ મોદીના પ્રવાસ અગાઉ અને ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંસાની અનેક ઘટનાઓ ઘટી છે. જેને ભારતીય પ્રધાનમંત્રીના પ્રવાસના વિરોધમાં જાેવામાં આવી, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે વિરોધમાં નહીં પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હતું.

રિપોર્ટ મુજબ પોલીસ, મીડિયા અને સરકારી ઓફિસો પર મોટા પાયે હુમલાની તૈયારી હતી. ઈન્ટેલિજન્સ રિપોર્ટના હવાલે જણાવાઇ રહ્યું છે કે જમાત એ ઈસ્લામીએ આ માટે વિપુલ પ્રમાણમાં પૈસા વહેંચ્યા હતા. જેથી કરીને પીએમ મોદીના પ્રવાસ દરમિાયન કાયદો વ્યવસ્થાને મુદ્દો બનાવીને શેખ હસીનાના નેતૃત્વવાળી સરકાર પર સવાલ ઉઠાવી શકાય. રિપોર્ટમાં જમાત એ ઈસ્લામી અને હિફાઝત એ ઈસ્લામના નેતાઓના માલિકી હકવાળી તમામ હોટલો પર દરોડાની ભલામણ કરાઈ છે. જેમાં કહેવાયું છે કે જાે જરૂર પડે તો કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવે.

રિપોર્ટમાં કહેવાયું છે કે જમાત એ ઈસ્લામીની અચલ સંપત્તિઓ, હોસ્પિટલો, વીમા, મદરેસા, ઈમારતોની તપાસ થવી જાેઈએ. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં રવિવારે થયેલા ઘર્ષણની ઘટનાઓમાં જમાત અને હિફાઝતના ૨૦૦ નેતાઓ તથા કાર્યકરો વિરુદ્ધ કેસ દાખલ કરાયા છે. તેમના પર પોલીસના કામમાં અડચણો નાખવા અને તેમના પર હુમલા કરવાનો આરોપ છે. આ બાજુ પોલીસે જણાવ્યું કે શુક્રવારે ઢાકાની બૈતુલ મુકર્રમ નેશનલ મસ્જિદમાં ઘર્ષણ મામલે ૬૦૦ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો છે.

રિપોર્ટ મુજબ જમાત એ ઈસ્લામના નેતાઓએ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને પોતાના ૬૦ ટકા સમર્થકોને રાજધાની ઢાકા આવવાનું કહ્યું હતું. પરિણામે ઈસ્લામી વિદ્યાર્થી સંગઠન, મહિલા વિંગ અને ઈસ્લામિક શેડો સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં ઢાકા પહોંચ્યા હતા. જેમને ત્રણ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. ષડયંત્ર મુજબ જમાતના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ શિબિર સાથે પહેલા ગ્રુપે મોદી વિરોધી કાર્યક્રમોમાં સામેલ થવાનું હતું. બીજા ગ્રુપે લેફ્ટ શેડ સંગઠન સાથે મોદી વિરોધી રેલી કાઢવાની હતી. અને ત્રીજા ગ્રુપે હિફાઝતના ૬ ઈસ્લામી રાજકીય પક્ષોના પ્રદર્શનનો ભાગ બનવાનું હતું. આ બધા વચ્ચે ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે જમાત, હિફાઝત અને વિપક્ષી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકાર પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.