મોદીના વારાણસીમાં નવા દર્દીઓ માટે સરળતાથી બેડ મળવાનું મુશ્કેલ થઈ ગયું છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Varanasi.jpg)
Files Photo
લખનૌ: ઉત્તરપ્રદેશના કોરોનાનો કહેર વધતો જય રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રથી લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જિલ્લાઓમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે. દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. જેને મળે છે તે ઓક્સિજનના અભાવને કારણે મોતને ભેટી રહ્યા છે. રાજ્યની લગભગ દરેક હોસ્પિટલમાં મોટી સંખ્યામાં વેન્ટિલેટર માટેની મુશ્કેલીઓ છે.
વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મત વિસ્તાર છે. અહીં સ્થિતિ એ છે કે બધી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ ભરેલા છે. હવે નવા દર્દીઓ માટે સરળતાથી બેડ મળવાનું મુશ્કેલ થઈ ગયું છે. હોસ્પિટલોમાં બેડની સાથે વેન્ટિલેટર અને ઓક્સિજનની મુશ્કેલી પણ વધુ પડી રહી છે. લોકો દવા માટે ભટકી રહ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર અહીં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા દરરોજ ૧૦ થી ૨૦ થાય છે, પરંતુ તેનાથી વિપરીત, સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં મૃતદેહોની લાંબી-લાંબી લાઇનો લાગી રહી છે. ઘાટ પર અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શહેરની અંદરના કબ્રસ્તાનો પણ ભરાઇ ગયા છે. હવે લોકો શહેરની બહારના વિસ્તારોમાં મૃતદેહોને દફનાવી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જિલ્લા ગોરખપુર પણ સંભાળી શક્યું નહીં. દરરોજ દર્દીઓ હોસ્પિટલ પરિસરમાં જ બેડ મળવાની રાહ જાેતાં-જાેતાં જ મૃત્યુ પામી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓ સારવાર માટે કુલ ૧,૫૦૦ બેડ છે, જેમાંથી દરરોજ લગભગ ૧૫ બેડ ખાલી થાય છે. જાે કે, દાખલ થનારાઓની યાદી લાંબી હોય છે. આમાંના લગભગ ૧૦% દર્દીઓને વેન્ટિલેટર બેડની પણ જરૂર હોય છે, પરંતુ તે પણ મળતા નથી. સરકારના આંકડામાં મૃત્યુઆંક ભલે ઓછો હોય, પરંતુ સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનોમાં દિવસ-રાત અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
ભલે રાજધાની લખનઉમાં નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવા છતાં, હોસ્પિટલો અને સ્મશાનગૃહોની હાલત પહેલાની જેમ જ બનેલી છે. અહીં ઘાટ પર મૃતદેહોની લાંબી કતારો જાેવા મળી રહી છે. દિવસ અને રાત અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે. જ્યારે તેનો વીડિયો વાયરલ થયો ત્યારે સરકારે ઘાટ પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જાે કે, વિવાદ વધ્યા પછી સરકારે તેનો ર્નિણય પાછો ખેંચ્યો હતો.
કાનપુરમાં પણ સ્થિતિ ખરાબ છે. અહીં સવારે ૭ વાગ્યે ભૈરવઘાટ સ્માશાન ઘાટ પર કોરોના સંક્રમિત સીઆઈ ત્રિપાઠીનું શબ લઈને તેમના પુત્ર અમિતેશ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે સવારે ઝડપથી આવ્યા છતાં પણ લાઈન લગાવવી પડી. તેઓ લગભગ ૨ કલાક પછી અંતિમ સંસ્કાર કરી શકયા. તેમના પિતાનું કોરોનાથી નિધન થયું
હતું.
સવારે કોઈ ટોકન સિસ્ટમ ન હતી કારણ કે નગર નિગમનું કાર્યાલય ૧૦ વાગ્યા પછી ખુલે છે. ઘાટમાં શબ લઈને પહોંચેલા લોકો પોતે જ શબની લાઈન નક્કી કરી લીધી. ૧૦ વાગ્યા કે તે પછી આવેલા કોરોના સંક્રમિતોના શબોને વધુ રાહ જાેવી પડી રહી છે. શબના ૧૦ વાગ્યા પછી અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના સભ્યોએ ટોકન લેવી પડે છે.
ઝાંસીમાં પણ મૃત્યુના આંકડાઓમાં હેરફેરની સરકારી સિસ્ટમ ચાલુ છે. પ્રત્યેક દિવસે ૫-૮ લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે,
જાેકે સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનોમાં એક સાથે આના કરતા ઘણા વધુ શબ પહોંચી રહ્યાં છે. એટલે કે પ્રત્યેક કલાકે એકનું મૃત્યુ થઈ રહ્યું છે. અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ બચી નથી. નંદનપુર અને બડાગામ ગેટની બહાર સ્મશાન ઘાટમાં રોજ ૨૨-૩૦ શબ પહોંચી રહ્યાં છે. અહીં રાતે પણ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.
મેરઠમાં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યાનો અંદાજાે તેના પરથી લગાવી શકાય છે કે જિલ્લા પ્રશાસને શહેરના મુખ્ય સ્મશાન ઘાટ સૂરજકૂંડ અને કબ્રસ્તાનોને લઈને પણ સખ્તી કરી છે. અહીં ભીડને એકત્રિત થવા દેવાતી નથી. એક શબની સાથે સીમિત લોકોને જ અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. ચિતા સળગાવવા માટે જ્યારે પ્લેટફોર્મ ઓછા પડ્યા તો પાર્કિંગ સ્થળમાં પણ અંતિમ સંસ્કાર કરાઈ રહ્યાં છે.
સુરજકુંડ સ્મશાન ઘાટના મુખ્ય પંડિતનું કહેવું છે કે પ્રત્યેક દિવસે ૫૦થી ૫૫ શબ અહીં આવી રહ્યાં છે, જેમાંથી કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા શબ ૨૫થી ૩૦ આવી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહથી અહીં આવી સ્થિતિ છે. આ જ રીતે કબ્રસ્તાનમાં પણ જગ્યા ઓછી પડી ગઈ છે. લોકો શહેરની બહાર શબોને દફનાવી રહ્યાં છે.