મોદીના સંવૈધાનિક પદ પર ૨૦ વર્ષ પુરા: અમિત શાહ-જેપી નડ્ડાએ શુભકામનાઓ આપી

નવીદિલ્હી, પ્રધાનમંત્રી મોદીએ સંવૈધાનિક પદ પર ૨૦ વર્ષ પુરા કર્યા છે. છેલ્લા સાત વર્ષથી દેશના પ્રધાનમંત્રીનું પદ સંભાળતા નરેન્દ્ર મોદી આ અગાઉ ૧૩ વર્ષ સુધી સતત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. તો વળી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેટલાય વરિષ્ઠ મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના નેતાઓએ સંવૈધાનિક પદ પર રહેતા થયેલા ૨૦ વર્ષ પુરા કરવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિ્વટ કરીને કહ્યુ છે કે, આજથી ૨૦ વર્ષ પહેલા નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ત્યાંથી વિકાસ અને સુશાસનની યાત્રા આજ સુધી અવિરત ચાલુ છે.
આ ૨૦ વર્ષોમાં મોદીજીએ જનતા તથા દેશની ઉન્નતી માટે દિવસ રાત એક કરીને પરિશ્રમની પરાકાષ્ઠાને ચરિતાર્થ કરી છે. સાથે જ કહ્યુ છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારોના પ્રમુખ તરીકે જનસેવાના ૨૦ વર્ષ પુરા કરવા પર પ્રધાનમંત્રીજીને શુભકામના આપું છું.
ગરીબ કલ્યાણ અને અંત્યોદયને સમર્પિત આ ૨૦ વર્ષોમાં મોદીજીએ પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ તથા સમયથી આગળની વિચારસરણી અસંભવને પણ સંભવ કરી બતાવ્યું.
અમિત શાહે આગળ કહ્યુ કે, મારું સૌભાગ્ય છે કે, મને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં પહેલા ગુજરાત અને બાદમાં કેન્દ્ર સરાકરના સંગઠનમાં કામ કરવાનો અવસર મળ્યો. આવો મોદીજીના નેતૃત્વમાં આપણા બધાં દેશવાસીઓ મળીને એક સશક્ત તથા આર્ત્મનિભર ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપીએ.
તો વળી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રમુખ તરીકે ૨૦ વર્ષ પુરા કરી લીધા છે. જ્યારે તેઓ ગુજરાતના સીએમ બન્યા અને ૨૦૧૪માં દેશના પ્રધાન સેવક બન્યા તો તેમણે ગરીબોના દર્દ અને ગરીબોના આંસૂ લૂંછવાનું પોતાના શાસનનું આદર્શ સૂત્ર બનાવી લીધું.HS